નવજીવન ન્યૂઝ. મહેસાણા: Mehsana Basna Case News : મહેસાણા જિલ્લાના વિસનગર (Visnagar) તાલુકાના બાસણા (Basna News) પાટિયા ગામ પાસે બનેલી ઘટનાએ સમ્રગ જિલ્લામાં ચકચાર મચાવી દીધો છે. જ્યાં બાસણા પાટિયા ગામ પાસે કોલેજના પાછળના ભાગે આવેલા એરંડાના ખેતરમાંથી યુવતીનો નિર્વસ્ત્રહાલતમાં મૃતદેહ (Girl Death) મળી આવ્યો હતો. તેના શરીર પર પણ ગંભીર ઇજાઓના નિશાન હતા. તેમજ આરોપી દ્વારા યુવતીની ઓળખના ન થાય તે માટે યુવતીના મોઢાને પથ્થર વડે છૂંદી નાખવામાં આવ્યું હતું. માથાના ભાગે બોથડ પર્દાથના ઘા ઝીંકી યુવતીની હત્યા નિપજાવી હતી. યુવતીનો મૃતદેહ મળ્યો તે જગ્યાથી 500 મીટર દૂર યુવતીનું આધારકાર્ડ અને આઈકાર્ડ પણ મળી આવ્યું હતું.

યુવતીના નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવતા પરિજનોએ દુષ્કર્મ આશંકા વ્યકત કરી છે. જોકે ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં દુષ્કર્મ ન હોવાનું તબીબ દ્વારા જણાવામાં આવ્યુ છે. તેમજ યુવતીને દુપટ્ટા વડે ગળુ દબાવી માથા ભાગે બોથડ પર્દાથના ફટકા મારી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. ઘટનાને પગલે ગાંધીનગર રેન્જ આઈ જી અભય ચુડાસમા (Range IG Abhay Chudasama) અને મહેસાણા એસપી અચલ ત્યાગી (SP Achal Tyagi) પણ ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે. જોકે બીજી તરફ હજુ પણ પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો નથી. પરિવારનું કહેવું છે કે જ્યાં સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ.
શું હતો સમ્રગ મામલો
વાલમ ગામ ખાતે રહેતી 25 વર્ષીય દલિત પરિવારની દીકરી મોલમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. 25 એપ્રિલના રોજ યુવતી કામ પરથી પરત ફરી રહી હતી, તે દરમિયાન માતા જોડે છેલ્લી વખત વાત થઈ હતી. જેમાં યુવતીએ રસ્તામાં હોવાનું જણાવ્યુ હતું. જોકે મોડી રાત સુધી યુવતી ઘરે પહોંચી ન હતી અને તેનો ફોન સતત સ્વીચ ઓફ આવતો હોવાથી પરિવાર ચિંતાતુર બન્યો હતો. સવાર સુધી યુવતી પરત ન આવતા અંતે પરિવારે પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
ત્યાર બાદ 27 તારીખે બાસણા પાટિયા ગામ પાસે આવેલા એરંડાના ખેતરમાં ખેડૂતો એરંડો ઉતારવા ગયા હતા. તે દરમિયાન ખેતરમાં નિર્વસ્ત્ર હાલત મૃતદેહ મળી આવતા ખેડૂતોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેને લઇ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જ્યાં ખૂબ જ ક્રૂરતાથી હત્યા કરેલી હાલતમાં યુવતીનો મૃતદેહ પડ્યો હતો. યુવતીનો મૃતદેહ મળ્યો તેનાથી 500 મીટર દૂર યુવતીનું પાકીટ મળી આવ્યું હતું, જેમાં રહેલા દસ્તાવેજોના આધારે પોલીસે યુવતીના પરિવારને આ ઘટનાની જાણ કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ મોકલી આપ્યો હતો.
પરિવાર દ્વારા યુવતીનો મૃતદેહ સ્વીકારવાની ના પાડવામાં આવતા પોલીસ ઉપર આરોપીઓને પકડવા માટેનું દબાણ વધ્યું છે. જેને લઈને આજે રેન્જ આઇજી અભય ચુડાસમા અને એસપી અચલ ત્યાગી પણ ઘટનાસ્થળે તપાસ માટે પહોંચ્યા હતા. ગત રોજ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (MLA Jignesh Mevani) દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી કે આ કેસમાં તાત્કાલિક આરોપીઓની ઓળખ કરીને તેમની ધરપકડ થવી જોઈએ.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








