Friday, October 23, 2026
HomeGeneralમરઘી બતાવી ગીરના સિંહને લલચાવવો પડ્યો ભારે, જૂઓ શું થયું!

મરઘી બતાવી ગીરના સિંહને લલચાવવો પડ્યો ભારે, જૂઓ શું થયું!

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીર ગઢડા: કેટલાક બેફામ ફરતા તત્વો વન્ય પ્રાણીઓની પજવણી કરીને તેનો વિકૃત આનંદ માણતા હોય છે. તો કેટલાક કિસ્સાઓમાં વન્યપ્રાણીઓની પજવણી કરીને તેમને નુકસાન પણ પહોંચાડતા હોય છે. ત્યારે આવો જ એક ગજબ કિસ્સો ગીર ગઢડામાંથી સામે આવ્યો છે. જેમાં યુવક પોતાની અવળી યુક્તિ વાપરીને સિંહ દર્શન (લાયન શો) કરવાના લોકો પાસેથી રૂપિયા લેતો હતો. પરંતુ વન વિભાગના ધ્યાને આ ઘટનાનો વીડિયો આવતા તેમણે કાર્યવાહી કરી બે આરોપીની ધરપકડ કરી છે.

ભૂતકાળમાં ગીરના જંગલમાં સિંહને પરેશાન કરવાના અને ‘લાયન શો’ના અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે. જેમાં સિંહને મરઘીના માંસના દર્શન કરાવી લલચાવી સિંહ દર્શન કરાવતા હોવાના બનાવ સામે આવતા રહ્યા છે. ત્યારે લાયન શોનો આવો જ વધુ એક કિસ્સો ગીર ગઢડામાંથી સામે આવ્યો છે. જેમાં મરઘીની લાલચ આપી સિંહની પજવણી કરવામાં આવતી હતી. આ ઘટનાનો વીડિયો પણ આરોપીએ બનાવ્યો હતો અને જે વીડિયો સામે આવતા વન વિભાગ તુરંત સક્રિય થયું હતું.

- Advertisement -

મળતી વિગતો અનુસાર આ ઘટના બે વર્ષ જુની છે અને ગીર ગઢડાના બાબરીયા રેન્જ વિસ્તારની છે. જ્યાં એક ઈલ્યાસ નામનો શખ્સ મૃત મરઘીની લાલચ આપી લોકોને સિંહ દર્શન કરાવી પૈસા પડાવતો હતો. આ ઘટનાની જાણ થતા વન વિભાગના અધિકારીઓ આરોપી સુધી પહોંચ્યા હતા અને ઈલ્યાસ સહિત તેના સાથીદાર સાજીદની વન વિભાગે ધરપકડ કરી હતી.

વન વિભાગે બન્ને આરોપીની ધરપકડ કરી ગીર ગઢડાની કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટે તે બન્નેના 4 દિવસના જામીન મંજૂર કર્યા છે. મહત્વનું છે કે, આરોપી ઈલ્યાસ આ જ આરોપનો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ફરીથી તે જ ગુનામાં વન વિભાગના હાથે ઝડપાયો હતો તેવા પણ અહેવાલ મળી રહ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular