નવજીવન ન્યૂઝ.કર્ણાટક: Karnataka Amul-Nandini controversy: એક તરફ કર્ણાટકની આગામી ચૂંટણીને (Karnataka Election 2023) લઈને રાજકારણ ગરમાતું જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોથી અમૂલ અને નંદિની ડેરી (Amul vs Nandini) ઉત્પાદનો-ઉત્પાદકો વચ્ચે ચાલી રહેલા વિવાદોથી પણ રાજકારણ તીવ્ર થતું જોવા મળી રહ્યું છે. 5 એપ્રિલે કર્ણાટકના (Karnataka) બજારોમાં અમુલે કરેલી તેના ઉત્પાદનોના ઓનલાઈન વેચાણની ટ્વીટરના માધ્યમથી કરેલી જાહેરાત બાદથી ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) એકબીજાને આડે હાથ લઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ (Gujarat CM Patel) આ મુદ્દે મહત્વનું નિવેદન આપી વિપક્ષને ભાજપની આકરી ટીકા કરવાનો મોકો આપ્યો છે.
કર્ણાટકના બેંગલુરુમાં અમૂલે દૂધ ઉત્પાદનોના વેચાણની જાહેરાત કરતા જ અમૂલ અને નંદીની ડેરીને લઈ વિવાદ સર્જાયો છે. આ વિવાદમાં કર્ણાટકના અને ગુજરાતના રાજકીય નેતાઓએ પણ ઝંપલાવતા વિવાદ પણ વકર્યો છે. એવામાં કર્ણાટક વિધાસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. એન.ડી.ટી.વી.ના અહેવાલ પ્રમાણે ભૂપેન્દ્ર પટેલે આ મામલે જણાવ્યું હતું કે “મારા વિચાર પ્રમાણે અમૂલનો બહિષ્કાર કરવાની કોઈ જરૂરીયાત નથી. આપને જે કરવું હોય તે કરો. પરંતુ અમુલ કશુંક છીનવી રહી હોય તો આ વિરોધનો વિષય છે.”
મહત્વની વાત છે કે કર્ણાટકમાં વિપક્ષી દળ કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર)એ આરોપ લગાવ્યો છે કે સતાપક્ષ ભારતીય જનતા પાર્ટી ‘અમૂલ’ને દક્ષિણના રાજ્યોમાં અનુમતી આપી ‘નંદિની’ને ખતમ કરવા માગે છે. આ મામલે કર્ણાટકના નેતૃત્વવાળી બસવરાજ બોમ્મઈની ભાજપ સરકારે વિપક્ષના આરોપોનું ખંડન કરતા જણાાવ્યું હતું કે, અમૂલથી નંદિનીને કોઈ ખતરો નથી.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકની મિલ્ક ફેડરેશનની નંદિની મિલ્ક બ્રાન્ડ અને ગુજરાતની અમૂલ બ્રાન્ડના મર્જરની કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ અપીલ કરી હતી. જેની આકરી ટીકા કરવામાં આવી હતી. અમૂલના નામે નંદિની બ્રાન્ડને હડપ કરી લેવાના ઈરાદાઓ પર સોશિયલ મીડીયામાં લોકો દ્વારા વિરોધ પણ દર્શાવવામાં આવ્યો હતો. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આ નિવેદનથી વિપક્ષોને ફરી ભાજપ પર નિશાન તાકવાનો અવસર મળી ગયો હોય તેવું જણાય રહ્યું છે.
TAG: Karnataka Assembly Election 2023, Karnataka Controversy, Gujarat CM Bhupendra Patel, Amul vs Nandini
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








