નવજીવન ન્યૂઝ. ગોંડલઃ Gondal News: દોસ્ત દોસ્ત ના રહા પ્યાર પ્યાર ના રહા… બોલિવુડના ગાયનના આ શબ્દો જેવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક મિત્રએ જ મિત્રની નજીવા કારણોસર કર હત્યા કરી નાખી છે.
મળતી વિગતો અનુસાર ગોંડલના (Gondal) ભગવતપરા વિસ્તારમાં રહેતા હનીફ હબીબ કારવા તેનો ભાઈ કાદર હબીબ કારવા અને સિકંદર સલીમ શેખ ત્રણેય પાક્કા મિત્રો હતા. વર્ષોથી મિત્રતાના સબંધોના પગલે એકબીજા સાતે તેમને પૈસાની લેતી-દેતીના વ્યવહારો પણ થયા હતા. પરંતુ આ મિત્રતાનો કરૂણ અંજામ ત્યારે આવ્યો જ્યારે મિત્ર સિકંદર સલિમ શેખે પૈસા જેવી નજીવી બાબતે 6 દિવસ પહેલા 12 એપ્રીલના રોજ હનીફ હબીબી કારવાની હત્યા (Murder) કરી નાખી હતી.
12 એપ્રીલના રોજ પૈસાની લેતી-દેતીના કારણે મિત્રો વચ્ચે ખટરાગ સર્જાયો હતો. દરમિયાન ગોંડલની કડિયા લાઈનમાં સ્થિત આરોપી સિંકદર શેખની દુકાને હનીફ હબીબ તેને મળવા માટે ગયો હતો. ત્યાં બંને વચ્ચે પૈસાના વ્યવહારને કારણે માથાકૂટ સર્જાય હતી અને આરોપી સિકંદર ઉશ્કેરાય ગયો હતો. ઉશ્કેરાયેલા સિકંદરે મિત્ર હનીફ હબીબ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં આરોપી સિકંદરે હનીફના માથાના ભાગે પાઈપ ફટકારતા હનીફ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
માથાના ભાગે પાઈપ લાગતા અને જમણા હાથે ઈજા થતા હનીફને તાત્કાલીક લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન હનીફે દમ તોડી દીધો હતો અને બનાવ હત્યામાં પલટાયો હતો. આ મામલે ગોંડલ સિટી પોલીસને (Gondal Police)જાણ કરવામાં આવતા પોલીસે આરોપી સિકંદર વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








