નવજીવન.અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનાઓ સામે આવી રહી છે. આજે વહેલી સવાર નરોડા-દહેગામ રોડ પર આવેલી એક લાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. જોકે ફાયરબ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવામાં આવી હતી. જેના કારણે કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ ફક્ટરીમાં લાગેલા શેડને આગના કારણે ભારે નુકશાન થયું હતું.

આજે વહેલી સવારે ફાયર કંટ્રોલને મેસેજ મળ્યો હતો કે નરોડા દહેગામ રોડ પર આવેલી શિવ ટીમ્બર માર્ટ અને કે.એન.પટેલ એન્ડ કંપનીમાં ભીષણ આગ લાગી છે. જેના અનુસંધાને 14 જેટલા ફાયર વેહિકલ અને ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લાકડાની ફેક્ટરી હોવાને કારણે આગ વધુ પ્રમાણમાં ફેલાઈ હતી જેને અત્યારે ફાયરબ્રિગેડ દ્વારા કાબુમાં કરવામાં આવી છે.

ફેક્ટરીમાં લાકડાની પ્લેટ, કેરેટ અને અન્ય વસ્તુઓ બનતી હોવાને કારણે આગ વધારે ફેલાઈ હતી અને લાકડાના શેડમાં આગ લાગી હતી. ફાયરબ્રિગેડના અધિકારીઓ અને જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આ આગમાં માલ-સમાનનું નુકસાન થયું હતું પરંતુ કોઈ જાનહાની થઈ નથી. અત્યારે આગ લાગવાનું કરણ સામે આવ્યું નથી પણ અયરબ્રિગેડ દ્વારા આગને કાબુમાં કરી લેવામાં આવી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












