Wednesday, December 17, 2025
HomeGujarat10 લાખની લાંચ લેતા નસવાડી અધિક મદદનીશ ઈજનેરને ACBએ રંગેહાથ દબોચ્યો, રાત્રે...

10 લાખની લાંચ લેતા નસવાડી અધિક મદદનીશ ઈજનેરને ACBએ રંગેહાથ દબોચ્યો, રાત્રે ચકમો આપી ફરાર થયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. છોટા ઉદેપુરઃ Chhota Udaipur News: સરકારી કામમાં કોન્ટ્રાક્ટર પાસેથી ટકાવારી નક્કી કરીને લાંચ (Bribe) લેવાના પ્રકરણમાં અનેક અધિકારીઓને ACBની ટ્રેપમા (ACB Trap) ઝડપાઈ જતાં નોકરી ગુમાવવાનો અને જેલમાં જવાનો વારો આવ્યો છે. તેમ છતાં હજી પણ અધિકારીઓને ટકાવારીની લાંચ લેવાનો મોહ છૂટતો નથી. ત્યારે છોટા ઉદેપુરના (Chhota Udepur) નસવાડીમાં (Nasvadi) એક અધિકારી રૂપિયા 10 લાખની લાંચ માગવા જતાં ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. નવાઈની વાત તો એ છે કે, દિવસે ઝડપાયેલો લાંચીયો અધિકારી રાત્રે કોઈની મદદથી ભાગી ગયો હોવાની જાણકારી સામે આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના ફરિયાદીએ સ્લેબ ડ્રેનનું કામ કર્યું હતું. આ કામ માટે રૂપિયા 1,20,00,000નું બિલ મંજુર થયું હતું. આ બિલ માટે નસવાડીના માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના અધિક મદદનીશ ઈજનેર હરિશ સરદારભાઈ ચૌધરીએ રૂપિયા 10 લાખની માગણી કરી હતી. જે પૈકી ફરિયાદીએ અગાઉ રૂપિયા 2 લાખ હરિશને આપ્યા હતા. જ્યારે બીજા રૂપિયા માટે અવાર-નવાર ઓફિસે બોલાવીને રૂપિયાની વાત કરતો હતો.

- Advertisement -

આ દરમિયાન ફરિયાદીએ રૂપિયા 2 લાખ આપવાનો વાયદો કર્યો હતો. ફરિયાદી આ રૂપિયાની લાંચ આપવા માગતો ન હોવાથી સમગ્ર બાબતે ACBને જાણ કરીને ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે ગઈકાલે રાજપીપળા એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર ડી.ડી.વસાવાએ અધિક મદદનીશ ઈજનેરની ઓફિસમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન અધિકારી હરિશ ફરિયાદી પાસેથી રૂપિયા 2 લાખ સ્વીકારતા તે સ્થળ પર ઝડપાઈ ગયો હતો. ACBએ હરિશને ડિટેઈન કરીને વધુ તપાસ શરૂ કરી હતી. સુત્રો અનુસાર ACBએ છટકું ગોઠવીને ઝડપેલો હરિશ રાત્રિના સમયે કોઈની મદદથી ભાગી છુટ્યો હતો. ત્યારે ACBએ નાસી છુટેલાં અધિકારીને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular