Friday, May 1, 2026
HomeGujaratગોધરા ખાતે સુશાસન સપ્તાહ ઉજવણી નિમીત્તે લાભાર્થીઓને વિવિધલક્ષી યોજનાઓનાં મંજૂરી હુકમો, સહાયનાં...

ગોધરા ખાતે સુશાસન સપ્તાહ ઉજવણી નિમીત્તે લાભાર્થીઓને વિવિધલક્ષી યોજનાઓનાં મંજૂરી હુકમો, સહાયનાં ચેક સહિતના લાભોનું વિતરણ

- Advertisement -

નવજીવન.ગોધરા: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે આજે જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકીનાં અધ્યક્ષસ્થાને સુશાસન સપ્તાહના ચોથા દિવસે કૃષિકલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનાં લાભ, મંજૂરી હુકમો, સહાયનાં ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે આપણા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી હાથ ધરાઈ છે. ભારતીય સમાજ અને રાષ્ટ્રનો આધારસ્તંભ એવા ખેડૂતોનાં વિકાસ વગર સુશાસનની કલ્પના જ ન થઈ શકે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સરકાર દ્વારા મળતી સહાય અને પ્રાકૃતિક ખેતીનાં ફાયદા વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે રસાયણોનાં વધુ પડતા ઉપયોગનાં કારણે આપણા જમીન અને અન્નની ગુણવત્તા બગડે છે ત્યારે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે અને તે ખેડૂતો માટે ઉન્નતિનાં નવા દ્વાર ખોલશે. પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. પ્રાકૃતિક ખેતી, હાઈડ્રોપોનિક્સ જેવા નવીન અભિગમ સાથે થતી ખેતી વિશે વાત કરતા તેમણે ખેડૂતોને જરૂર પડ્યે સરકારનાં માર્ગદર્શન પ્રયોગશીલ બનવા સરકારનાં પ્રયાસોને સમર્થન આપવા અને તે રીતે કૃષિનો વિકાસ કરવામાં, આપણી જમીન અને પર્યાવરણનાં સંવર્ધનમાં મદદરૂપ થવા વિનંતી કરી હતી.



- Advertisement -

કાર્યક્રમની શરૂઆતમાં પ્રગતીશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે તેમજ પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ વિશે, આઈ-ખેડૂત પોર્ટલનાં ઉપયોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત જિલ્લા ખેતીવાડી અધિકારી જે.ડી.ચારેલ દ્વારા અને આભારવિધી પશુપાલન કરવામાં આવી હતી. આ પ્રસંગે કાલોલનાં ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ, એપીએમસીના ચેરમેન સહિત જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના પદાધિકારીઓ, નાયબ પશુપાલન નિયામક, નાયબ ખેતીવાડી નિયામક (તાલીમ), નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) સહિતનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular