Sunday, April 19, 2026
HomeGujaratSuratમાનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મળી રાહત, સુરત સેશન્સ કોર્ટે આપ્યા રેગ્યુલર જામીન

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મળી રાહત, સુરત સેશન્સ કોર્ટે આપ્યા રેગ્યુલર જામીન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ Rahul Gandhi Defamation Case: કોંગ્રેસના પૂર્વ સાંસદે 2019માં લોકસભાની ચૂંટણી સમયે કર્ણાટકના કોલારમાં જાહેરસભાને સંબોધતી વખતે મોદી અટક (Modi Surname Remarks) અંગે ટીપ્પણી કરવામાં આવતા ગુજરાતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ (Purnesh Modi) માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં 23 માર્ચે ચુકાદો આપતા રાહુલ ગાંધીને (Rahul Gandhi) બે વર્ષની સજા અને રૂપિયા 15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે ચુકાદા સામે આજે રાહુલ ગાંધીએ સુરત સેશન્સ કોર્ટમાં (Surat Sessions Court) અરજી કરતાં તેમના રેગ્યુલર જામીન મંજૂર થયા છે.

માનહાનિ કેસમાં ચીફ કોર્ટ દ્વારા સજા આપવામાં આવતા રાહુલ ગાંધીના વકીલે જામીન માગતા 30 દિવસના જામીન આપવામાં આવ્યા હતા. જોકે કોર્ટે સજા આપ્યાના બીજા જ દિવસે રાહુલ ગાંધીને સાંસદ પદ ગુમાવવું પડ્યું છે. સાંસદ પદ ગુમાવવાના 11 દિવસ બાદ આજે કોર્ટે આપેલા ચુકાદાની સામે સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. રાહુલ ગાંધીને મળેલી સજા પર સ્ટે અંગેની અરજી કરવામાં આવતા સુનાવણી 13 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. ઉપરાંત આરોપીને કોર્ટમાં હાજર રહેવા અંગે મુક્તિની માગ કરવામાં આવતા કોર્ટે હાજર રહેવા માટે મુક્તિ આપી હતી. રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ કોર્ટમાં અપીલ કરી છે. જેનો નંબર 254/2023 કોર્ટ દ્વારા રજીસ્ટર કરવામાં આવ્યો છે. જોકે અરજીની વધુ સુનાવણી 3 મેના રોજ હાથ ધરવામાં આવશે

- Advertisement -

રાહુલ ગાંધી તેમની બહેન પ્રિયંકા ગાંધી સાથે સુરત આવવાના હોવાથી મોટી સંખ્યામાં કોંગ્રેસના ગુજરાત સહિત અન્ય રાજ્યના CM સહિત કાર્યકરો સુરત આવી પહોંચ્યા હતા. જોકે રાહુલ ગાંધીના આગમન પહેલા જ પોલીસ દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવેલા કાર્યકર્તાઓને ડિટેઈન કર્યા હતા. જોકે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ સુરત પહોંચે તે પહેલા જ પોલીસે તેમને નજર કેદ કર્યા હતા. સુરતમાં રાહુલ ગાંધી આવતા એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીના રોડ પર રાહુલ ગાંધીના સમર્થનના ઠેર-ઠેર પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા.

TAG: Surat Sessions Court, Rahul Gandhi Defamation Case, Purnesh Modi, Modi Surname Remarks

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular