નવજીવન ન્યૂઝ. અરવલ્લીઃ Arvalli News: આજે રવિવારનો દિવસ અરવલ્લીના બાયડ માટે ગોઝારો બન્યો હતો. વહેલી સવારે બાયડમાં (Bayad) એક ગેસ ભરેલા ટ્રકે બાઈક ચાલકને અડફેટમાં લેતા અકસ્માત (Accident) સર્જાયો હતો. અકસ્માત એટલો ગોઝારો હતો કે, બાઈકના ભૂક્કા બોલી ગયા હતા. સાથે બાઈક પર સવાર બે બાળકો સહિત કુલ ચાર લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માતમાં પરિવારનો માળો વિખાય જતાં સમગ્ર પંથકમાં શોકનું મોજૂ ફરી વળ્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર આજે વહેલી સવારે અરવલ્લીના બાયડમાં ગાબર રોડ પરથી પસાર થઈ રહેલા એક ગેસ ભરેલા GJ 01 CV 9102 નંબરના ટ્રકે GJ 09 CS 4621 નંબરના બુલેટ બાઈકને ટક્કર મારતા અકસ્માત થયો હતો. અકસ્માત થતાં રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓના ટોળાં ઉમટી પડ્યા હતા. આ અકસ્માતમાં બાઈક પર સવાર એક જ પરિવારના ચાર લોકોના મોત નિપજ્યા હતા.
અકસ્માત થતાં લોકોના ટોળા ભેગા થઈ જતાં 108ને જાણ કરવામાં આવી હતી. પરંતું 108 પહોંચે તે પહેલા જ રોડ અકસ્માતમાં બાઈક સવાર દંપતી સહિત બે બાળકોના મોત નિપજ્યા હતા. અકસ્માત અંગેની જાણકારી પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








