નવજીવન ન્યૂઝ. ધોરાજી: એક તરફ સતત વિકાસની મોટી મોટી વાતો અને બીજી તરફ પાણી માટે ધાંધિયા મારતુ ગામ સરકારની પોલ ખોલી રહી છે. વાત છે ધોરાજીની કે જ્યાં આજે પણ ગામના લોકોને પાણી માટે ધરણાં કરવા પડે છે. અવાર નવાર નાગરિકોની સમસ્યાઓના મુદ્દા સામે આવતા હોય છે જેમાં સરકાર કામચલાઉ નિરાકરણ તો આપી દે છે પરંતુ પછી નાગરિકોના ઉંધા કાન પકડાવવાનું કામ પણ કરતી હોય છે ત્યારે તંત્ર અને પ્રજા આમને સામને થાય એ હવે સ્વાભાવિક છે. આવો જાણીએ કે કેમ ધોરાજીની પ્રજાએ પાલિકા સામે હલ્લાબોલ કેમ કર્યુ?
21 દિવસ પહેલા ગામની મહિલાઓએ સતત 3 દિવસ સુધી પીવાના પાણી મામલે પાલિકા પર ધરણા કર્યા હતા. જેના પડઘા રાજ્યકક્ષાએ પડતા પ્રાદેશિક નગરપાલિકા નિયામક દોડી આવ્યા હતા અને નિયમિત પાણી વિતરણ માટેની બાહેંધરી આપી હતી. પરંતુ હવે વાત એમ છે કે, પીવાનુ પાણી તો નથી મળ્યુ પરંતુ પાલિકાએ મિલ્કત વેરો, પાણી વેરો સહિતના બાકી લેણાં વસૂલવાની ઝૂંબેશ આદરી છે તેમ ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયાએ જણાવ્યુ છે.
આ પણ વાંચો: પપ્પા હું મારા એક એક આંસુનો બદલો લઈશ ‘આઈ હેટ યુ પાપા’, વલોપાત સાથે ધોરાજીમાં દિકરીની આત્મહત્યા
બાકીદારો સામે નોટિસ કાઢવામાં આવી છે અને જે વેરો નહી ભરે તેની પર કડક કાર્યવાહી સહિત તેના નળજોડાણ કાપવાની ચીમકી આપવામાં આવી છે ઉપરાંત બાકીદારોની મિલકત પણ ટાંચમાં લેવાની પાલિકા દ્વારા કાર્યવાહી થશે.
નગરપાલિકા નાગરિકની પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે અને ઉપરથી વેરા વસૂલાતના નામે દાદાગીરી કરી રહી છે, ત્યારે નગરજનોએ પણ તંત્ર સામે બાંયો ચડાવી છે. અને કટાક્ષો કર્યા છે કે, ‘પહેલા પાણી તો નિયમિત કરો અને પ્રાથમિક સુવિધા પુરી પાડો’.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








