Thursday, June 25, 2026
HomeNationalમહારાષ્ટ્રના ઓરંગાબાદમાં રામનવમી પહેલા મોડી રાત્રે જૂથ અથડામણ, ધર્મની રાજનીતિ તેજ

મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં રામનવમી પહેલા મોડી રાત્રે જૂથ અથડામણ, ધર્મની રાજનીતિ તેજ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ઔરંગાબાદ: તાજેતરમાં જ મહારાષ્ટ્ર (Maharashtra) ના ઔરંગાબાદ (Aurangabad) નું નામ બદલીને છત્રપતિ શિવાજીનગર કરવામાં આવ્યું છે. ત્યારથી જ શહેરમાં તણાવની સ્થિતી જોવા મળી રહી હતી જે હવે ચરમસીમા પર પહોંચી હોય તેમ જણાય છે. ગતરોજ મોડી રાત્રે રામનવમીના તહેવાર પહેલા કિરાડપુરા વિસ્તારમાં બે સમુદાયો વચ્ચે હિંસાની ઘટના જોવા મળી હતી. આ વિવાદ ત્યારે સર્જાયો જ્યારે કેટલાક લોકો રામ મંદિર સામે મોડી રાત્રે મંડપની કમાન લગાવી રહ્યા હતા.

તાજેતરમાં જ મહારાષ્ટ્રના ઔરંગાબાદનું નામ બદલી છત્રપતિ શિવાજીનગર કરવામાં આવ્યું ત્યારથી વાતાવરણમાં અજંપા ભરી શાંતિ જોવા મળી રહી હતી. એવામાં હિન્દૂ સંગઠનોના આગેવાનો દ્વારા ગત 19 માર્ચના રોજ લવજેહાદના નામે ભડકાઉ ભાષણ આપવામાં આવ્યા હતા. જેનું પરિણામ ગતરાત્રિના રોજ ભયંકર હિંસાના સ્વરૂપે જોવા મળ્યું છે. જેમાં મોડી રાત્રે કિરાડપુરા વિસ્તારમાં આવેલા રામ મંદિર બહાર રસ્તા પર બે જૂથો વચ્ચે ભયંકર જૂથ અથડામણ જોવા મળી હતી.

- Advertisement -

મળતી વિગતો મુજબ રામનવમીના પ્રસંગે છત્રપિત શિવાજીનગર(જૂનુ ઔરંગાબાદ)માં વિવિધ કાર્યક્રમોના આયોજન થાય છે. ત્યારે કિરાડપુરા વિસ્તારમાં કેટલાક લોકો રામ મંદિર બહાર રાત્રિના સમયે મંડપની કમાન બાંધી રહ્યા હતા અને નારાબાજી કરી રહ્યા હતા. દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ થતા દંગા શરૂ થયા હતા અને પત્થરમારો પણ શરૂ થયો હતો. દંગાબાજોએ કેટલાક વાહનોને પણ નિશાન બનાવી આગચંપી કરી હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતો અને સ્થિતી કાબૂમાં લેવા પ્રયાસો શરૂ કર્યા હતા.

મળથી માહિતી મુજબ આ ઘટનામાં પોલીસકર્મીઓ સહિત 6 લોકો ઘાયલ થયા હતા. સાથે જ કેટલાક વાહનોને પણ નુકશાન પહોંચ્યું હતું. દંગાઈઓએ કેટલાક ઘરોને પણ નિશાન બનાવી પત્થરમારો શરૂ કર્યો હતો. હિંસક અથડામણની જાણ થતા જ રાજનેતાઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સાથે જ મુસ્લિમ આગેવાનો દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી કે કેટલાક ટિખળખોર યુવાનોના કારણે શહેરને દંગામાં ન ઝોંકવામાં આવે, રામનવમી અને રમઝાન બંને તહેવારો મહત્વના છે. હાથ જોડીને આપ સૌને અપીલ છે કે શહેરના માહોલને ખરાબ નહીં કરો. મહેરબાની કરે તમામ લોકો ઘરે પરત ફરે અને કોઈ અફવામાં આવી કોઈ હિંસક ઘટનાના હિસ્સેદાર ન બને.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular