નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Gujarat Board Paper Leak: ગુજરાતમાં અત્યાર સુધીમાં અનેક સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર અગાઉ ફૂટ્યાં હોવાનું સામે આવ્યું છે. જેમાંના મોટાભાગના પેપરલીકની માહિતી ૃવિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) દ્વારા સામે લાવવામાં આવી છે. ત્યારે ફરી એક વખત યુવરાજસિંહે ધોરણ 12નું કોમ્પ્યુટરનું પેપરલીક (12th Computer Paperleak) થયાની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટતા પૂર્વક કહ્યું હતું કે મને વોટ્સએપના માધ્યમથી જાણકારી મોકલવામાં આવી છે જેની પુષ્ટી હું કરતો નથી. આ સમાચાર સામે આવતા જ ખળભળાટ મચી ગયો હતો. પરંતુ બોર્ડના ચેરમેનનું (Gujarat Education Board) નિવેદન સામે આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓને હાશકારો થયો છે.
મહત્વની વાત છે કે આજરોજ બે દિવસની રજા બાદ ધોરણ 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની કોમ્પ્યુટર વિષયની પરીક્ષા યોજાઈ હતી. પરંતુ પરીક્ષા દરમિયાન જ યુવરાજસિંહે ધોરણ 12ના કોમ્પ્યુટરના પેપર સોશિયલ મીડિયામાં ફરતા થયાની આશંકા વ્યક્ત કરતા ખળભળાટ મચી ગયો હતો. જોકે તેમણે સ્પષ્ટતા પણ કરી હતી કે તેઓ આ વાતની પુષ્ટી કરતા નથી તેમને વૉટ્સએપના માધ્યમથી કોઈએ મેસેજ કરી માહિતી આપી છે. આ વાતના સમાચાર વહેતા થતા જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કચવાટ જોવા મળ્યો હતો. પરંતુ આ મામલે ગુજરાત બોર્ડના ચેરમેન એ.જે. શાહે સ્પષ્ટતા કરતા તેમણે રાહતનો શ્વાસ લીધો હતો.
આ મામલે એ.જે. શાહે મીડિયાને જણાવ્યું હતું કે, પેપર લીક નથી થયું તેમજ આ મામલે અમે સાયબર ક્રાઈમને ફરિયાદ કરીશું. તેમણે ઉમેર્યું હતું કે, પેપરલીક નથી થયું પણ વાયરલ થયું તે પ્રશ્ન છે. આ વાયરલ પેપરમાં 12-15 પ્રશ્નો છે જે મૂળ પ્રશ્નપત્રના પ્રશ્નો સાથે મળતા આવે છે. પરીક્ષા પૂર્ણ થતા પહેલા D સેટનું પેપર વાયરલ થયું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








