નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Gujarat RTI News: આપણાં દેશમાં સામાન્ય નાગરિકો સરકારી વિભાગ અંતર્ગત કરવામાં આવતી કોઈ પણ કામગીરી અંગેની માહિતી મેળવી શકે તેના માટે RTI (Right To Information) નામનો કાયદો અમલમાં છે. તેમ છતાં કેટલાક સરકારી અધિકારીઓ નાગરિકોને આ માહિતી આપતા નથી, જેના કારણે છેલ્લા બે વર્ષમાં આવા 99 અધિકારીઓ સામે ફરિયાદ કરવામાં આવી હતી. આ અધિકારીઓને હવે 9 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ગત બે વર્ષ દરમિયાન RTIમાં પુછવામાં આવેલા સવાલો પૈકી 99 જેટલા અધિકારીઓએ પ્રશ્નનો યોગ્ય જવાબ આપ્યો ન હતો અથવા તો કોઈ કારણોસર જવાબ આપવાનું ટાળ્યું હતું. જેના કારણે માહિતી આયોગમાં તેમના સામે ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર બાદ આવા અધિકારીઓને 2 હજારથી લઈને 25 હજાર સુધીનો દંડ કરવામાં આવ્યો છે, એટલે કે 99 અધિકારીઓને માહિતી ન આપવા બદલ કુલ 8.90 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
સામાન્ય રીતે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ RTI દ્વારા કોઈ માહિતીની માગ કરે છે, ત્યારે જો પુછવામાં આવેલી માહિતી સરકારી વિભાગ સાથે સંકળાયેલી હોય તો જે તે વિભાગના અધિકારીઓ આ માહિતી આપવા માટે બંધાયેલા છે. પરંતુ દેશની સુરક્ષા અને ગોપનીયતાને લગતી માહિતીને RTIના કાયદામાંથી બાકાત રાખવામા આવ્યા છે. જેથી જો RTIમાં પુછવામાં આવેલો પ્રશ્ન દેશની સુરક્ષા એજન્સી અને ગોપનીયતાને લાગતો હોય તો અધિકારીઓ આ જવાબ આપવા બંધાયેલા નથી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








