Monday, April 20, 2026
HomeGujaratRajkotરાજકોટની ગટરમાં ગૂંગળામણથી 2 સફાઈકર્મીના મોત, ભાનુબેને ગૃહમાં આપેલા જવાબ જેવું કંઈ...

રાજકોટની ગટરમાં ગૂંગળામણથી 2 સફાઈકર્મીના મોત, ભાનુબેને ગૃહમાં આપેલા જવાબ જેવું કંઈ છે કે નહીં?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot News: દેશની સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા આપવામાં આવેલા નિર્દેશો છતાં રાજકોટમાં (Rajkot) સુપ્રીમની ગાઈડલાઈનનું પાલન નહીં થતું હોવાનું સામે આવ્યું છે. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ હોવા છતાં આજે પણ ગુજરાતમાં ગટરની સફાઈ (cleaning sewage line) માટે માનવનો ઉપયોગ થઈ રહ્યો છે. જેના કારણે રાજ્યમાં કેટલાય સફાઈકર્મીઓ મોતને (Cleaners Death)ભેટ્યા છે. ત્યારે ગઈકાલે રાજકોટમાં ગટરની સફાઈ કરવા ઉતરેલા એક સફાઈકર્મી અને કોન્ટ્રાક્ટરનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

Rajkot Cleaners Death
Rajkot Cleaners Death

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટ શહેરના મવડી ફાયર સ્ટેશન પાસેના એસ.ટી. વર્કશોપની પાછળના ભાગે આવેલી ભૂગર્ભ ગટરમાં મેહુલ નામનો સફાઈકર્મી ગટરની સફાઈ કરી રહ્યો હતો. ગટરની સફાઈ દરમિયાન મેહુલ ગટરમાં બેભાન થઈ ગયો હતો. આ ઘટના સમયે સાથે રહેલો સફાઈ કોન્ટ્રાક્ટર અફઝલ મેહુલને બચાવવા ગટરમાં ઉતર્યો હતો. પરંતુ અફઝલ પણ ગેસની અસરના કારણે ગટરમાં બેભાન થઈ ગયો હતો. આમ બંને કર્મચારી ગટરમાં ઝેરી ગેસના કારણે બેઝાન થઈ જતા સ્થાનિક લોકોએ 108ને જાણ કરી બંનેને સારવાર માટે હોસ્પીટલ ખસેડ્યા હતા.

- Advertisement -
Cleaner dies rajkot
Cleaner dies rajkot

જોકે સિવિલ હોસ્પિટલના તબીબોએ બંને સફાઈકર્મીઓને મૃત જાહેર કર્યા હતા.આ ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવાર સહિત સગા સબંધીઓ પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. મૃતકના પરિવારના હૈયાફાટ રૂદનને કારણે સિવિલ હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું. બાદમાં રોષે ભરાયેલા સફાઈકર્મી મેહુલના પરિવારજનો અને સબંધીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરીને વિરોઘ નોંધાવ્યો હતો. જ્યારે કોન્ટ્રાક્ટરના પરિવારજનોએ મૃતદેહનો સ્વિકાર કર્યો હતો. મૃતક મેહુલના પરિવારજનોની માગણી છે કે, ઘરમાં કમાવવા વાળો મેહુલ એકલો હતો જેનું મોત નિપજ્યું હોવાથી રાજકોટ મહાનગરપાલિકા તેમના પરિવારને મકાન અને નોકરી આપે જેથી કરી તેમના પરિવારનું ગુજરાન ચાલે. સાથે જ તેમણે આક્ષેપ કર્યો હતો કે મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે મહુલનું મોત નિપજ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા સત્રમાં ગત સપ્તાહમાં જ રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી અને રાજકોટથી ધારસભ્ય ભાનુબેન બાબરીયાએ ગટરમાં સફાઇ કરવા ઉતરતા સફાઇકર્મીઓને સહાય અને સુરક્ષા અંગે પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે, સફાઈકર્મીઓને અસ્વચ્છ કામમાંથી મુક્તિ આપવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. સફાઈકર્મીઓને ગટરમાં ઉતરીને કામ ન કરવુ પડે તે માટે રાજ્યની મહાનગર પાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતોમાં જેટી મશીન, સક્શન મશીન, હાઈડ્રોલિક ટ્રોલી, ડ્રેનેજ મશીન જેવા સાધનો ઉપલબ્ધ છે અને સફાઈકર્મીઓની સુરક્ષા માટે બ્રીધિંગ મશીન, હેલ્મેટ, ગોગલ્સ જેવા સાધનોની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે.

રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાની આ વાતને હજુ 10 દિવસ પણ નથી થયાં ત્યાં તો તેમના જ શહેરમાં ગટરની સફાઈ કરવા ઉતરેલા સફાઈકર્મી અને તેને બચાવવા જતાં કોન્ટ્રાક્ટરનું મોત નિપજ્યું છે. ત્યારે અહીં સવાલ થાય છે કે, સફાઈકર્મીઓને આ કામમાંથી મુક્તિ આપવા માટે સરકાર પ્રયત્નશીલ હોવા છતાં કોના કહેવાથી સફાઈકર્મીને ગટરની સફાઈ કરવા માટે ગટરમાં ઉતારવામાં આવે છે? ગટરમાં હાઈડ્રોજન સલ્ફાઈડ, એમોનીયા વગેરે જેવા ભયજનક ઝેરી વાયુ ખુબ વધુ પ્રમાણમાં હોય છે અને ઓક્સીજનનું પ્રમાણ અત્યંત ઓછું હોય છે. આવા અત્યંત દુર્ગંધ યુક્ત અને અંધકાર ભર્યા વાતાવરણમાં ગટરના સફાઈ કામદારો કોઈ પ્રકારના સુરક્ષા ઉપકરણો વગર ઉતરતા હોવાના કારણે અનેક સફાઈકામદારો મોતને ભેટે છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular