નવજીવન ન્યૂઝ.સુરેન્દ્રનગર : Surendranagar Crime News: ગતરોજ રવિવારે સુરેન્દ્રનગરમાં (Surendranagar) ઘોળા દિવસે મહાત્મા ગાંધી હોસ્પિટલના (Mahatma Gandhi Hospital) કંપાઉન્ડમાં યુવકને ઢોર માર માર્યાની (Attack on Youth) ઘટના સામે આવી છે. આ ઘટનાના કથિત વીડિયો વાયરલ થયો છે જેમાં કેટલાક યુવકો મર્ડર કરો.. મર્ડર કરોની બુમો પાડતા જણાય છે. આ ઘટનાને પગલે સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની હાલત કથળતી હોય તેમ જણાય છે.

ગઈકાલે સવારના સમયે સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં યુવક પર કેટલાક લોકોએ હુમલો કરતા ભયનો માહોલ છવાયો હતો. કેટલાક યુવકોએ સમીર માવાણી નામના યુવક પર હિચકારો હુમલો કર્યો તેના દૃષ્યો વીડિયો મારફતે સામે આવ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે હિંસક બનેલા કેટલાક યુવાનો સમીરને ધોકા વડે માર મારી રહ્યા છે. એટલું જ ઓછું હતું ત્યાં યુવકોએ સમીર પર મોટા પથ્થરો ફેંકી હિંસાની હદ પાર કરી નાખી હતી. જાણે સમીરને મોતને ઘાટ જ ઉતારવો હોય તેમ એક બાદ એક પથ્થર આડેધડ સમીરને મારવામાં આવી રહ્યા હતા અને મર્ડર કરો… મર્ડર કરો…ની બુમો પણ પાડી રહ્યા હતા.
આ હિંસક ઘટનાનો વીડિયો વાયરલ થતા સુરેન્દ્રનગરના લોકો રોષે ભરાયેલા જોવા મળ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધી કુલ સાત આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે પોલીસે આરોપી દિપક રમેશભાઈ વાણીયા, પ્રથમ રમેશભાઈ પારઘી, દર્શન દિનેશભાઈ રાઠોડ, જીજ્ઞેશ સુરેશ રાઠોડ તેમજ ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ આઈ.પી.સી.ની કલમ 307, 325, 324, 323,147, 148, 149, 504, 506(2) તેમજ 120 જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હિંસક હુમલાની ઘટનાનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સુરેન્દ્રનગરમાં પોલીસની કામગીરી પર સવાલ પેદા થયા છે. ઉપરાંત લોકો આ વીડિયો જોઈ આરોપીઓને તાત્કાલીક પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








