Thursday, August 20, 2026
HomeGujaratધોરાજીના ખેડૂતોની ઈચ્છા મૃત્યુની માગ, જમીનમાં સમાધી લઈ સરકારને જગાડવાનો પ્રયાસ

ધોરાજીના ખેડૂતોની ઈચ્છા મૃત્યુની માગ, જમીનમાં સમાધી લઈ સરકારને જગાડવાનો પ્રયાસ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ધોરાજી: રાજ્યમાં ડુંગળી સહિત કેટલીક જણસીના ભાવ ગગડી જતા ખેડૂતોને રડવાનો સમય આવ્યો છે. ત્યારે ખેડૂતો વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરી પાકના પોષણક્ષણ ભાવની માગણી કરતા જોવા મળી રહ્યા છે. એવામાં ધોરાજી ના ખેડૂતો (Dhoraji Farmers) જમીનમાં સમાધી લઈ સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

રાજ્યમાં ખેડૂતોની વર્ષોથી પાકના પોષણ ક્ષમ ભાવ અને પાક વિમા તેમજ વળતર સહિતની માગણીઓ પડતર પડી છે. સરકાર ખેડૂતો માટે પાક વિમા સહિતની યોજનાની જાહેરાત કરે છે પરંતુ તેના પરિણામ જાણે ખેડૂતો સુધી પહોંચતા ન હોય તેવો ઘાટ જોવા મળે છે. એવામાં હવે કેટલાક ડુંગળી ખેડૂતોએ ડુંગળી ફેંકી દઈ તેમજ ખેતરમાં જ રોટાવેર ચલાવી નાશ કરી વિરોધ દર્શાવી ડબલ એન્જિન સરકાર (Double Engine Sarkar) ને વચનોની યાદી આપી હતી. છતાં પણ સરકાર પર કોઈ અસર નહીં થતા ધોરાજીના ખેડૂતોએ આજરોજ નવતર રીતે વિરોધ પ્રગટ કરી સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

- Advertisement -
Dhoraji Panthak Farmers
Rajkot Dhoraji Pathak Farmers are not getting proper prices
આ પણ વાંચો: દારૂની હરાજી કરવા સરકારને સૂચન કરતા પૂર્વ ધારાસભ્ય લલીત વસોયા

ધોરાજી પંથકના ખેડૂતોએ આજરોજ ખેતરમાં જ જમીનમાં ગળા સુધી સમાધી લઈ સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સમાધી લઈ કહ્યું હતું કે, ‘ખેડૂતોને પાકના પુરા ભાવ આપવામાં આવે, જો અમને પુરા ભાવ નહીં મળે તો અમારે શું કરવાનું? અમારે ગુજરાન કેમ ચલાવવાનું? અમે દેવામાં ડુબી ગયા છીએ માટે અમારી માગણી છે કે કૃષી પાકના પુરતા ભાવ આપો ન આપી શકો તો અમને ઈચ્છા મૃત્યુ આપો!’

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોની સિંચાઈની, દિવસે વિજળીની, પાકના વીમાની તેમજ નિષ્ફળ પાકના વળતરનો માગણી વર્ષોથી પડતર છે. ખેડૂતો આ બાબતે અવાર-નવાર રજૂઆતો અને આંદોલનો પણ કરતા જોવા મળે છે. ત્યારે ફરી પાકના પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો પીડાજનક સ્થિતીમાં મુકાતા વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular