Sunday, May 10, 2026
HomeGujaratગુજરાતમાં 7 IAS અધિકારીઓની બદલી, લોચન સહેરા બન્યા અમદાવાદના નવા કમિશનર

ગુજરાતમાં 7 IAS અધિકારીઓની બદલી, લોચન સહેરા બન્યા અમદાવાદના નવા કમિશનર

- Advertisement -

નવજીવન. ગાંધીનગર: ગુજરાતમાં મુખ્યમંત્રી અને મંત્રી મંડળ બદલાયા બાદ હવે 7 IAS અધિકારીઓની બદલ કરવામાં આવી છે. આ બદલી પૈકી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની પણ બદલી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની જગ્યાએ હવે લોચન સેહરા અમદાવાદ મ્યુનિસિપા કમિશનરનો ચાર્જ સંભાળશે.



અમદાવાદના હાલના AMC કમિશનર મુકેશ કુમારને સચિવાલયમાં અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નીમવામાં આવ્યા છે. જ્યારે તેમની જગ્યાએ 2002ની IAS બેચના લોચન સહેરાની AMC કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. અગાઉ તેમણે અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસીંગમાં સેક્રેટરી હતા.

આ ઉપરાંત અન્ય 5 IAS અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. મુકેશ પૂરીને GSFCનસ મેનેજીંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. રાકેશ શંકરને અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસીંગના સેક્રેટરીનો ચાર્જ આપવામાં આવ્યો છે. બી આર દવેને Gujarat Livelihood Promotion Company (GLPC) ના મેનેજીંગ ડિરેક્ટર બનવવામાં આવ્યા છે. કે સી સંપતની સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે અને ડૉ. નવનાથ ગવહાનેને રૂરલ ડેવલોપમેન્ટ કમિશનર બનાવવામાં આવ્યા છે.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular