નવજીવન ન્યૂઝ. ગાંધીધામ: NIA raids in Gandhidham, Gujarat: દેશના વિવિધ રાજ્યોમાં 70 જેટલા સ્થળો પર National Investigation Agency (NIA)ની ટીમે દરોડા કર્યાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં NIAની એક ટીમે લોરેન્સ બશ્નોઈ ગેંગની (Lawrence Bishnoi Gang) નજીકના ગણાતા કુલવિંદરને (Kulwinder) ત્યાં ગાંધીધામ (Gandhidham)ખાતે પણ દરોડો કર્યો છે. આતંકી અને ડ્રગ કનેક્શન તેમજ ટેરર ફંડીગ મામલે આ દરોડા કરાવમાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
મળતી વિગતો મુજબ આજરોજ મંગળવારે ગાંધીધામ ખાતે NIAની ટીમે દરોડા કર્યા હતા. દેશ વ્યાપી 70 જેટલા દરોડામાંનો એક દરોડો ગાંધીધામમાં રહેતા કુલવિંદરના સ્થળ પર કરવામાં આવ્યો છે. કુલવિંદર કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે ઘરોબો ધરાવતો હોવાનું અને ફંડીગ તેમજ આશરો પુરો પાડતો હોવાનું માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ પરથી માલૂમ પડે છે કે, કુલવિંદર લોરેન્સ બિશ્નોઈ સાથે લાંબા સમયથી સંપર્કમાં હતો તેમજ તેને અને તેના સાગ્રીતોને પણ આશરો આપતો હતો. સાથે જ કુલવિંદર આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડીકેટમાં પણ સંકળાયેલો હોવાનું માનવામાં આવે છે. આવી માહિતીઓને આધારે NIA દ્વારા કુલવિંદર સિધ્ધુના કિડાણા ગામ ખાતેના રહેઠાણ પર દરોડો કરવામાં આવ્યો હોવાનું અહેવાલો પરથી જણાય છે.
મહત્વની વાત છે કે NIA દ્વારા આજરોજ ગુજરાતના ગાંધીધામ સહિત પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં મળીને 70 જેટલા સ્થળો પર દરોડા કરવામાં આવ્યા છે. જેમાં પંજાબમાં સૌથી વધારે 30 સ્થળો પર દરોડા કરવામાં આવ્યા છે. હાલ સુધી NIA દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી ન હોય મામલાની કોઈ સ્પષ્ટતા મળી રહી નથી. પરંતુ આ દરોડો પાછળ ટેરર ફંડીગ, આતંકી સંગઠનો સાથે સબંધો તેમજ આંતરરાષ્ટ્રીય ડ્રગના કારણે થયા હોય તેવું જાણવા મળી રહ્યું છે.
TAG: NIA conducted raids at premises of gangster Lawrence Bishnoi’s close aid Kulwinder in Gandhidham
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








