નવજીવન.અમદાવાદ: ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાનું પેપર લીક થઈ ગયા બાદ ગુજરાતના વિદ્યાર્થીઓ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના રાજીનાની માગ કરી રહ્યા છે. પેપર લીક કાંડમાં અસિત વોરા પણ વિવાદોમાં છે, જોકે તેના કારણો પણ એવા છે કે અસિત વોરાના કાર્યકાળમાં ઘણા પેપર લીક થયાના અહેવાલો અને ચર્ચાઓને વેગ મળ્યો છે. અત્યાર સુધી આ કેસમાં સંડોવાયેલા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત જે પ્રિન્ટરમાંથી પેપર લીક થયું તેના માલિકને પણ પોલીસ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
હવે વિપક્ષ અને વિદ્યાર્થીઓ અસિત વોરાના રાજીનામાની માગ કરી રહ્યા છે ત્યારે ગતરોજ અસિત વોરાએ મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી જોકે તે મુલાકાત શા માટે ગોઠવાઈ હતી તે સહુ કોઈ જાણતું હતું. બીજી બાજુ આ મુલાકાત બાદ મીડિયાએ જ્યારે સવાલ કર્યા ત્યારે પણ અસિત વોરાએ આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી હતી પરંતુ હાલ શુભેચ્છા મુલાકાત જેવું કાંઈ જોવાઈ રહ્યું નથી કારણ કે મુખ્યમંત્રી પદ સંભાળ્યે ભૂપેન્દ્ર પટેલને ઘણો સમય થયો અને ખુદ અસિત વોરાએ પણ એવું કશું કર્યું નથી કે જેની શુભેચ્છાઓ હોય જેને કારણે સૂત્રોનું એવું માનવું છે કે આ મુલાકાતમાં અસિત વોરાને પેપર લીક કાંડ મુદ્દે ઘણું સાંભળવાનું થયું હતું. આ મુલાકાતમાં મુખ્યમંત્રીએ અસિત વોરાનું રાજીનામુ માંગી લીધું હોવાની ચર્ચાઓ છે. જોકે સત્તાવાર રીતે તેની કોઈ જાહેરાત નથી. સાંજ સુધીમાં અસિત વોરાના રાજીનામાની સત્તાવાર જાહેરાત થઈ શકે છે તેવું સૂત્રો જણાવે છે.
પેપર લીક મુદ્દા પર ગુજરાતમાં બે દિવસથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આક્રમક વલણ અપનાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈને ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને અસિત વોરાના રાજીનામાની માગ કરી હતી. જ્યારે કોંગ્રેસ દ્વારા પણ બાઈક રેલીનું આયોજન કરીને વિરોધ કરવામાં આવ્યું હતું અને અસિત વોરાના રાજીનામાની માગ કરવામાં આવી હતી.
આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ #Resign_Asitvora ટ્રેન્ડીંગમાં જઈ રહ્યો છે. આ હેશટેગ પર અત્યાર સુધી માઈક્રો બ્લોગીંગ સાઈટ ટ્વીટર પર 1.56 લાખ પોસ્ટ થઈ છે. આ બધા દબાણ વચ્ચે ગુજરાત સરકારે પણ આજે અસિત વોરા પાસેથી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજીનામુ માંગી લીધું હોવાના અહેવાલ સૂત્રો પાસેથી મળી રહ્યા છે. આજે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
Don’t take them lightly
#Resign_Asitvora pic.twitter.com/qeiWCZGtIY
— Dr Safin (@HasanSafin) December 23, 2021
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












