નવજીવન. અમદાવાદ: ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળની હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતા ગુજરાતના મુખ્ય ગણાતા વિપક્ષો ભાજપની સામે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધી ભાવનથી કલેક્ટર કચેરી સુધીની બાઈક રેલીનું આયોજન કર્યું હતું, પરંતુ પોલીસ બળનો ઉપયોગ કરીને પ્રદર્શન અટકાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ આગળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં પણ પોલીસ બળથી પ્રદર્શનનો અંત આવ્યો હતો.

12 ડિસેમ્બરના રોજ લેવામાં આવેલી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લઈ થયું હતું. જેના કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે અને આગામી માર્ચ મહિનામાં પરીક્ષા ફરીથી લેવાની સરકારે જાહેરાત કરી છે. પેપર લીક કાંડ મામલે ગઈકાલે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આજે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI અને મહિલા કોંગ્રેસ સાથે મળીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન આગળ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ત્યાર બાદ બાઈક રેલી કાઢીને અમદાવાદ કલેક્ટર કચેરી સુધી જવાનું આયોજન હતું.

આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ પાસે પરવાનગી માંગવામાં આવી હતી પરંતુ તેમને પરવાનગી મળી ન હતી. જેના કારણે આજે સવારથી રાજીવ ગાંધી ભવન આગળ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા રસ્તા પર આવીને વિરોધ પ્રદર્શન અને ભાજપ વિરુદ્ધના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ત્યાર બાદ પોલીસે શૈલશ પરમાર, ઈમરાન ખેડાવલા, ઇન્દ્રવીજયસિંહ સહીતના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. અટકાયત દરમિયાન ટીંગાટોળીના દૃશ્યો સર્જાયા હતા.

![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












