Thursday, June 25, 2026
HomeGujaratSuratસુરત પોલીસે ટેટુની દુકાન અને બંગલામાં દરોડા કરી મોટી માત્રામાં ઈ-સીગારેટનો જથ્થો...

સુરત પોલીસે ટેટુની દુકાન અને બંગલામાં દરોડા કરી મોટી માત્રામાં ઈ-સીગારેટનો જથ્થો ઝડપી પાડ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતના અડાજણમાં વિવિધ જગ્યાઓ પર પોલીસે દરોડો કરી મોટી માત્રામાં પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે બે આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી કર્યાની માહિતી મળી રહી છે.

મળતી વિગતો મુજબ સુરત શહેરમાં ડ્રગ્સ ઈન સુરત સિટી હેઠળ સુરત પોલીસે એક અભિયાન ચલાવ્યું હતું. જેમાં પ્રતિબંધીત નશાનો કારોબાર કરતા શખ્સોને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા પાનના ગલ્લાઓ પર તેમજ તંબાકુની બનાવટના વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ભારતીય હેલ્થ વૉર્નિંગ વિનાની સીગારેટ અને પ્રતિબંધિત ઈ- સીગરેટ તેમજ ઈ-હુક્કાનો જથ્થો મળી આવ્યો હતો.

- Advertisement -

પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ચલાવેલી તપાસ દરમિયાન સુરત એસ.ઓ.જી.ને અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસેથી “Max Tattooz And Piercing” નામની દુકાનમાંથી ઈ-સીગારેટ અને તેની ફ્લેવર્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ મામલે દુકાનમાંથી રૂપિયા 15 લાખથી વધારેનો મુદ્દામાલ કબ્જે કરી 22 વર્ષીય યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ઉપરાંત અડાજણ વિસ્તારના એલ.પી. સવાણી રોડ પર આવેલા બંગલા નંબર 11માં પણ પોલીસે દરોડો કર્યો હતો. આ દરોડામાં પોલીસને રૂપિયા 2 લાખ કરતા વધારેની કિંમતનો 221 નંગ ઈ-સીગારેટનો જથ્થો હાથ લાગ્યો હતો. પોલીસે આ મામલે વિકાસ ઉર્ફે વિક્કી પ્રવિણભાઈ મોદીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular