Monday, August 17, 2026
HomeGujaratRajkotરાજકોટની હોટલમાં ચેકિંગ માટે કમિશનરે અપનાવ્યો નવો નુસ્ખો, એક શખ્સ ઝડપાયો

રાજકોટની હોટલમાં ચેકિંગ માટે કમિશનરે અપનાવ્યો નવો નુસ્ખો, એક શખ્સ ઝડપાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.રાજકોટ: રાજકોટ શહેર પોલીસ (Rajkot Police) દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી પહેલા સુરક્ષાને ધ્યાને રાખી હોટેલ્સમાં ચેકિંગ (Hotel Checking)હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ આ ચેકિંગ માટે પોલીસ કમિશનરે (Commissioner of Police Rajkot) ગુપ્તતા જળવાઈ તે માટે ઈન્કમટેક્સ જેવી પધ્ધતી અપનાવી હતી. આ ચેકિંગ દરમિયાન પોલીસને ગુનાહિત ઈતિહાસ ધરાવતો શખ્સ છરી સાથે હાથ લાગ્યો છે.




- Advertisement -

ઘટનાની જાણકારી મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરની તમામ હોટલમાં ચેકિંગ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. સૂચનાને પગલે કમિશનર આજરોજ વહેલી સવારે ક્રાઈમ બ્રાન્ચ, SOG તેમજ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની ટિમને કમિશનર કચેરી ખાતે બોલાવાયા હતા. કમિશનર દ્વારા હોટલના ચેકિંગ માટે 30 ટીમો બનાવી દરેક ટીમને એક બંધ કવર પકડાવ્યું હતું જેમાં તેમને ક્યાં દરોડો કરવો તેની સૂચના આપવામાં આવી હતી. આ કામની ગુપ્તતા જળવાય તે હેતુથી આવું કરવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે.

વહેલી સવારથી જ શરૂ કરવામાં આવેલી કામગીરીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રથમ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આજરોજ આ કાર્યવાહીમાં કુલ 60 જેટલી હોટલમાં તપાસ કરી હોવાનું પોલીસ જણાવી રહી છે. ઉપરાંત આ કાર્યવાહી દરમિયાન હોટલ યુરોપા ઈનમાંથી હરેશ મહેતા નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે હરેશ મહેતાની વિગતો તપાસતા તેનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો હતો જેથી પોલીસે રૂમની તલાસી લીધી હતી. તલાસી દરમિયાન પોલીસને આરોપીના કબ્જામાંથી છરી મળી આવતા તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular