Tuesday, February 3, 2026
HomeGujaratGir Somnathવેરાવળના યુવરાજસિંહે રણજીત ટ્રોફીની ડેબ્યુમાં 8 વિકેટ ઝડપી ગુજરાતનું ગૌરવ વધાર્યું

વેરાવળના યુવરાજસિંહે રણજીત ટ્રોફીની ડેબ્યુમાં 8 વિકેટ ઝડપી ગુજરાતનું ગૌરવ વધાર્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીરસોમનાથઃ ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામના યુવરાજસિંહ ડોડિયા(Yuvrajsinh Dodiya)એ રણજીત ટ્રોફી(Ranji Trophy)ની ડેબ્યુમાં 8 વિકેટ ઝડપીને સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા છે. રણજીત ટ્રોફીમાં પ્રથમવાર રમી રહેલા યુવરાજસિંહએ ભારતમાં રમી ચૂક્લા ખેલાડીઓ સામે રમીને સારૂ પ્રદર્શન કરતા આગામી સમય વેરાવળનો યુવરાજસિંહ IPLમાં પણ જોવા મળી શકે છે.

yuvrajsinh dodiya cricketer Ranji Trophy
yuvrajsinh dodiya cricketer Ranji Trophy

ભારતમાં ક્રિકેટનું મહત્વ દિવસેને દિવસે વધી રહ્યું છે. ઉપરાંત ભારતમાં IPL જેવી ટુર્નામેન્ટની શરૂઆત થતાં ક્રિકેટની સફર શરૂ કરનારાઓ ખેલાડીઓ માટે એક સ્વપ્ન બની રહ્યું છે. જોકે ત્યાં સુધી પહોંચવા માટેની સફર ખુબ જ લાંબી હોય છે. ત્યારે આવી જ સફરથી પ્રથમવાર રણજીત ટ્રોફી સુધી પહોંચનાર ખેલાડી યુવરાજસિંહ ધીરુભાઈ ડોડિયા છે. જે ગીર સોમનાથનાં વેરાવળ તાલુકાના મંડોર ગામનો વતની છે. યુવરાજસિંહ ડોડિયા રાઈટ હેડ ઓફ સ્પીન બોલર છે. ઈ.સ. 2016માં વિજય મરચન્ટ ટ્રોફી રમીને ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરનાર આ યુવાન તે સમયે એન.સી.એ. ઓલ ઈન્ડીયામાંથી 20 પ્લેયર અને ઝોન ઓલ ઈન્ડીયાની ચાર ટીમમાં સ્થાન મેળવ્યું હતું.

- Advertisement -

22 વર્ષના નવયુવાન યુવરાજસિંહએ ક્રિકેટની તાલીમ પોરબંદર ખાતે છેલ્લા એકાદ દાયકાથી દુલીપ ક્રિકેટ સ્કુલ ખાતે તાલીમ મેળવીને સૌરાષ્ટ્રની ટીમમાં બોલર તરીકે રણજીત ટ્રોફીમાં સિલેક્ટ થયો હતો. યુવરાજસિંહએ ભારતની ટીમમાં રમી ચૂકેલા ખેલાટીઓ જયસ્વાલ,પૃથ્વી શો, અજીંક્ય રહાણે જેવા ખ્યાતનામ ખેલાડી સામે સારું પ્રદર્શન કરી પોતાના ડેબ્યુમાં સૂર્યકુમાર યાદવ જેવા જબાજ ખેલાડી સહિત 8 વિકેટ ઝડપી પાડતા સૌ કોઈ આશ્ચર્યમાં પડ્યું હતું. યુવરાજસિંહના પ્રદર્શનથી વેરાવળ પંથકનું નામ રોશન થયું છે. યુવરાજસિંહ ડોડીયાએ વિજય મરચન્ટ અંડર 16, બિહાર અંડર 19, આ ઉપરાંત 2022 કર્નલ સી.કે. નાયડુ ટ્રોફીમાં બરોડાની ટીમ સામે 8 વિકેટ ઝડપી લેતા સિલેક્ટરનું ધ્યાન ખેચ્યું હતું અને 2022-23ની સૌરાષ્ટ્રની રણજીટ્રોફીની ટીમમાં જગ્યા બનાવી હતી. જોકે જે પ્રકારે યુવરાજસિંહ દેખાવ કરી રહ્યા છે. તે જોતા આગામી સમયમાં ભારતની ટીમમાં અથવા IPLની ટુર્નામેન્ટમાં વેરાવળનો ખેલાડી જોવા મળી શકે છે.

(માહિતી સંકલન: પરાગ સંગતાણી. વેરાવળ)

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular