Wednesday, June 24, 2026
HomeGujaratદાહોદની સરકારી શાળાના દરવાજાએ માસૂમ બાળકીનો ભોગ લીધો, આચાર્ય સસ્પેન્ડ

દાહોદની સરકારી શાળાના દરવાજાએ માસૂમ બાળકીનો ભોગ લીધો, આચાર્ય સસ્પેન્ડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. દાહોદઃ દાહોદ જિલ્લાની સરકારી શાળાનો દરવાજો દરાશાયી થતાં એક માસુમ બાળકીનું મોત નિપજ્યું છે. બાળકી પર દરવાજો પડતા માથાના ભાગે ઈજા પહોંચી હતી. જોકે સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું હતું. રાજ્યમાં એક અઠવાડિયામાં દરવાજો પડવાની બે જૂદી-જૂદી ઘટનાઓમાં ત્રણ બાળકો મૃત્યુ પામ્યા છે. જોકે ત્રણ દિવસ અગાઉ અમદાવાદમાં પોલીસ સ્ટેશનનો દરવાજો પડતા બે બાળકોના મોત નિપજ્યા હતા.

8 વર્ષની બાળકી પર પડ્યો દરવાજો

પ્રાપ્ત વિગત અનુસાર, દાહોદ તાલુકાના રામપુરા ગામની મુખ્ય પ્રાથમિક શાળાનો બહારનો દરવાજો અચાનક તૂટી પડ્યો હતો. આ દરમિયાન કમનીસીબે શાળાની એક બાળકી દરવાજા નજીક ઊભી હતી. દરવાજો બાળકી પર પડતા તેણીને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી ગતી. ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી હતી. જ્યા સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું હતું. બાળકીનું મોત થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

- Advertisement -

બેદરકારીનો જવાબદાર કોણ ?

દાહોદના રામપુરા ગામમાં ડોબણ ફળીયામાં રહેતા નરેશભાઈ મોહનીયાની 8 વર્ષની પુત્રી અસ્મિતા રોજબરોજની જેમ ગત 20મીના રોજ રામપુરા મુખ્ય પ્રાથમિક શાળાએ ભણવા માટે ગઈ હતી. જોકે સાંજના 5 વાગ્યાની આસપાસ શાળાએથી ઘરે જતી વખતે શાળાના ગેટ પાસે ઊભી હતી. આ દરમિયાન શાળાનો મેઈન દરવાજો અસ્મિતા પર પડ્યો હતો. બાળકી ઈજાગ્રસ્ત થતાં શિક્ષણ વિભાગના અગ્રણીઓ પણ તાત્કાલીક હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. શાળાનો દરવાજો તૂટવા બાબતે જિલ્લા શિક્ષણ વિભાગે તાત્કાલિક ધોરણે આચાર્યને ફરજ પર બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કર્યા છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી દરવાજો કઈ રીતે તૂટયો તેની તપાસમાં લાગ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વાર્ષિક પરિક્ષા પુર્ણ થયા બાદ એપ્રિલથી જૂન મહિનામાં શાળાનું સમારકામ કરાવી લેવું ફરજિયાત છે, તેમ છતાં કેટલીક શાળામાં બેદરકારી દાખવતા આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે અહીં સવાલ એ થાય કે, બાળકીના મોત માટે જવાબદાર કોણ ?

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular