Saturday, August 15, 2026
HomeNationalCBI: વીડિયોકોનના સ્થાપક વેણુગોપાલ ધૂતની ICICI બેંક લોન કેસમાં ધરપકડ

CBI: વીડિયોકોનના સ્થાપક વેણુગોપાલ ધૂતની ICICI બેંક લોન કેસમાં ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મુંબઈ: CBIએ ICICI બેંક લોન કેસમાં વીડિયોકોનના સ્થાપક વેણુગોપાલ ધૂતની ધરપકડ કરી છે. તપાસ એજન્સી સાથે જોડાયેલા લોકોએ આ અંગે માહિતી આપી છે. તપાસ એજન્સીએ આ કેસમાં ICICI બેંકના પૂર્વ એમડી ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી લીધી છે. હાલ તે ત્રણ દિવસના CBI રિમાન્ડ પર છે.

CBIના સૂત્રોના જણાવ્યા અનુસાર, 71 વર્ષીય ધૂતની સોમવારે મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ ICICI બેંકના ભૂતપૂર્વ MD અને CEO ચંદા કોચર અને તેમના પતિની ધરપકડના ત્રણ દિવસ પછી થઈ છે. CBIએ ICICI બેંકના ભૂતપૂર્વ CEO અને MD ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર અને વિડિયોકોનના સ્થાપક વેણુગોપાલ ધૂતને વર્ષ 2019માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલા બેંક લોન કેસમાં આરોપી તરીકે નામ આપ્યા છે. આ કેસમાં તેમના સિવાય દીપક કોચર સંચાલિત ન્યુપાવર રિન્યુએબલ્સ (NRL), સુપ્રીમ એનર્જી, વીડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને આરોપી બનાવવામાં આવ્યા છે.

- Advertisement -

CBIનો આરોપ છે કે ICICI બેંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, RBIની માર્ગદર્શિકા અને બેંકની ધિરાણ નીતિનું ઉલ્લંઘન કરીને વેણુગોપાલ ધૂતની વિડિયોકોન ગ્રૂપ ઓફ કંપનીઓને રૂ. 3,250 કરોડની ક્રેડિટ સુવિધાઓ આપી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular