Sunday, April 19, 2026
HomeGeneralછોટાઉદેપુરના બૈડિયા ગામના એક ખેતરમાં ગાંજાની ખેતી, 1.45 કરોડના ગાંજા સાથે એક...

છોટાઉદેપુરના બૈડિયા ગામના એક ખેતરમાં ગાંજાની ખેતી, 1.45 કરોડના ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. છોટાઉદેપુર: ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નશીલા પદાર્થોનું વેચાણ અને સેવન વધી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે, ત્યારે ગુજરાતનાં છોટાઉદેપુર જીલ્લામાં પોલીસ દ્વારા ખેતરમાં ગાંજાની ખેતી કરતાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને કરોડો રૂપિયાનો ગાંજો પકડવામાં આવ્યો છે. છોટાઉદેપુરના બૈડિયા ગામમાંથી પકડવામાં આવેલા આ ગાંજાની કિંમત અંદાજિત 1.5 કરોડ જેટલી ગણવામાં આવી રહી છે.

ગાંજાને બિનઅધિકૃત વનસ્પતિજન્ય માદક પદાર્થ ગણવામાં આવે છે, જેની ખેતી કરવી એ કાયદાની ભાષામાં અપરાધ છે. છોટાઉદેપુર જિલ્લાના બૈડિયા ગામમાં છારીયા રાઠોડ નામના એક વ્યક્તિના ખેતરમાં ગાંજાની ખેતી થતી હોવાની જાણકારી મળી હતી. પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે આ ખેતરમાં ગાંજાના 878 છોડ મળી આવ્યા હતા. આ છોડ ઉપર 1456.8 કિલો ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત 1,45,68,000 રૂપિયા છે. હાલ પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

- Advertisement -

આટલી મોટી સંખ્યામાં ગાંજાનો જથ્થો પકડાતાં છોટાઉદેપુર જિલ્લાના SP ધર્મેન્દ્ર શર્મા પણ સામે આવ્યા હતા અને એક પત્રકાર પરિષદ યોજી હતી. છોટાઉદેપુર જિલ્લાના બૈડિયા ગામમાં ખેતરમાં ગાંજો ઉગાડી ખેતી કરતા છારિયા રાઠવાને પોલીસે 1.45 કરોડના ગાંજા સાથે પકડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. છોટાઉદેપુર SOG પોલીસ દ્વારા ગામમાં અલગ અલગ જગ્યાએ પણ તપાસ કરવામાં આવી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular