Saturday, October 10, 2026
HomeGeneralકલોલઃ મોબાઈલ મુકવાના બહાને પ્રાઈવેટ ટેબલ ઊભુ થતાં ધારાસભ્યએ મતદાન પરિસરમાં મચાવ્યો...

કલોલઃ મોબાઈલ મુકવાના બહાને પ્રાઈવેટ ટેબલ ઊભુ થતાં ધારાસભ્યએ મતદાન પરિસરમાં મચાવ્યો હોબાળો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે મહેસાણાની કલોલ બેઠક પર હોબાળો મચ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મતદાન કેન્દ્ર પર પ્રાઈવેટ ટેબલ ઊભુ કરવામાં આવતા વિવાદ થયો હતો. સમગ્ર બાબતની જાણ ધારાસભ્ય બળદેવજી ઠાકોરને થતા તેઓ મતદાન બુથ પર પહોંચી ગયા હતા. જોકે ટેબલ હટાવવા પહોંચેલા ધારાસભ્ય અને ટેબલ પર રહેલા લોકો સામસામે આવી જતા એકબીજાને ગાળો ભાંડી હતી. મતદાન મથકમાં આ પ્રકારની ઘટના બનતા પોલીસે મામલો શાંત કરાવ્યો હતો અને પ્રાઈવેટ ટેબલને દુર કર્યું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર, બીજા તબક્કા માટેનું મતદાન કલોલમાં ચાલુ હતું તે સમય દરમિયાન કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને સંતાનના સ્કૂલ પર આવેલા બુથ ઉપર ગેરરિતિ થતી હોવાની જાણકારી મળી હતી. જ્યાં સંતાનના સ્કૂલની બહાર એક પ્રાઇવેટ ટેબલ મૂકવામાં આવ્યું હતું. જેમાં મતદારોના મોબાઈલ લેવામાં આવતા હતા. કથિત રીતે પ્રાઇવેટ ટેબલ ઉપર બેઠેલા વ્યક્તિઓ દ્વારા મતદારોને ચોક્કસ એક પક્ષને મત આપવાનું જણાવવામાં આવતું હતું. આ જાણકારી મળતા ધારાસભ્ય બળદેવજી ઠાકોર સ્થળ ઉપર પહોંચીને તાત્કાલિક ધોરણે ટેબલ હટાવી લેવાનું કહેતાં માથાકુટ થઈ હતી. બને જૂથ સામસામે આવી જતા એકબીજાને ગાળો ભાંડવામાં આવી હતી.

- Advertisement -

મતદાન મથકમાં મામલો ઉગ્ર બનતા સ્થાનિક મતદારોએ તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસે ઘટના સ્થળે આવીને મામલો શાંત પાડ્યો હતો અને કથિત પ્રાઇવેટ ટેબલ પોલીસ દ્વારા હટાવી લેવામાં આવ્યું હતું. સમગ્ર બનાવનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular