Thursday, June 25, 2026
HomeGujaratએક કા તીન ઠગાઈનો આરોપી વિનય 19 વર્ષે આ રીતે ઝડપાયો: અમદાવાદ

એક કા તીન ઠગાઈનો આરોપી વિનય 19 વર્ષે આ રીતે ઝડપાયો: અમદાવાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ: અમદાવાદ (Ahmedabad)માં રોકાણના નામે એક કા તીન આપવાનો વાયદો કરી ઠગાઈ (Cheating) આચરતો આરોપી ઝડપાયોના અહેવાલ મળી રહ્યાં છે. આજરોજ દિલ્હી ખાતેથી કુખ્યાત કૌભાંડી વિનય શાહ (Vinay Shah)ની સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત છે કે, આરોપી વિનય શાહ રૂપિયા 260 કરોડની છેતરપિંડી (Cheating) મામલે છેલ્લા 19 વર્ષથી પોલીસ ચોપડે ફરાર હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના થલતેજમાં આર્ચરકેર ડીજીએડ નામની કંપની બનાવી અનેક લોકોને છેતરપિંડીનો શિકાર બનાવનાર આરોપી વિનય શાહ લાંબા સમયે પોલીસની ઝપટે ચઢ્યો છે. આરોપી વિનય શાહ વિવિધ નાણાકીય યોજના થકી લોકો સાથે ઠગાઈ આચરતો હતો. આ મામલે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ (Vastrapur Police) સ્ટેશનમાં 3 તેમજ નિકોલ અને અમદાવાદ સીઆઈડી ક્રાઈમમાં એક-એક ગુના નોંધાયા હતા. જે મામલે આરોપી વિનય શાહ વર્ષ 2003થી નાસતો ફરતો હતો.

- Advertisement -

19 વર્ષથી રૂપિયા 260 કરોડની ઠગાઈનો આરોપી શોધવા સીઆઈડી ક્રાઈમ કામે લાગી હતી. પરંતુ આરોપી વિનય છેતરપિંડી કરી વિદેશ ભાગી ગયો હોય પોલીસ પકડથી દૂર હતો. દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, આરોપી વિનય બાબુલાલ શાહ વિદેશથી દિલ્હી આવી રહ્યો છે. માહિતી મળતા જ સીઆઈડી ક્રાઈમ એન્ડ રેલ્વેઝ ગુજરાતની ગાંધીનગરની સીઆઈ સેલ કામે લાગી હતી.

સીઆઈડી ક્રાઈમ અને સીઆઈ સેલે બાતમીના આધારે દિલ્હી ખાતે વૉચ ગોઠવી આરોપી વિયન બાબુલાલ શાહની શોધખોળ આદરી હતી. જેમાં આરોપી દિલ્હી આવતા જ સીઆઈ સેલ અને સીઆઈડી ક્રાઈમની ટીમે રાઉન્ડ અપ કરી ઝડપી લીધો હતો. હાલ આરોપી વિનય વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

72 વર્ષે નરેન્દ્ર મોદી ગુજરાતમાં આટલી મહેનત કેમ કરે છે ? શું BJPને હારનો ડર છે ? 

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular