નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં (Gujarat Election 2022) બીજા તબક્કાની વિરમગામ બેઠક (Viramgam Seat) પર પ્રતિષ્ઠાનો જંગ જામ્યો છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ (BJP Hardik Patel) કોંગ્રેસમાં લાખા ભરવાડ (Congress Lakha Bharwad ) જ્યારે આપમાંથી કુંવરજી ઠાકોર (AAP Kunvarji Thakor) વચ્ચે ત્રિકોણીયો જંગ જામ્યો છે. ત્યારે આ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલને ચૂંટણીના મેદાનમાં પછાડવા તેમના જ સમાજના લોકોએ મોરચો માંડ્યો છે. પાસના નેતાઓ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજીને હાર્દિક પટેલ સામે અનેક આક્ષેપો કર્યો હતા.
ગુજરાત વિધાનસભાની વિરમગામ બેઠક પર ભાજપે પાટીદાર નેતા અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા હાર્દિક પટેલને મેદાનમાં ઉતાર્યા છે. હાર્દિક પટેલની રાજકીય સફર પાટીદાર અનામત આંદોલન બાદ શરૂ થઈ હતી. જોકે જે આંદોલન થકી હાર્દિક હિરો બન્યો તે જ આંદોલનના નેતાઓ હવે હાર્દિકને ઝીરો કરવાના પ્રયાસમાં લાગી ગયા છે. આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ ગુજરાત દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં પાસના નેતા નિલેશ અરવડિયાએ જણાવ્યું હતું કે, આ વર્ષની ચૂંટણીમાં અમારી ટીમના અનેક યુવા મિત્રો દાવેદારી કરી રહ્યા છે, કોઈક કોંગ્રેસમાં તો કોઈક આમ આદમી પાર્ટીમાં છે. તે તામામને અભિનંદન છે. જે અમારા સમાજનું નેતૃત્વ કરી રહ્યા હતા તે ભાજપમાં ગયો છે, હાર્દિક પટેલ સમાજને ગુમરાહ કરી ભાજપમાં જોડાયો છે, અમે કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે, હાર્દિક મોજ કરી રહ્યો છે, હાર્દિકે કરોડોની સંપત્તિ બનાવી દીધી છે.
વધુમાં જણાવતા કહ્યું કે, હાર્દિકે કહ્યું હતું કે ભાજપમાં જોડાઈશ તો ૨ મહિનામાં કેસો પરત ખેંચાવીશ, ઓબીસીની મુખ્ય માગ અવગણી સમાજને ગુમરાહ કર્યો છે, હાર્દિકે EWSની લોલીપોપ આપી ભાજપમાં જોડાયો છે, હાર્દિક પટેલ પોતાના સ્વાર્થ માટે ભાજપમાં જોડાયો છે, હાર્દિકે ભાજપમાં જોડાયા પહેલા PAASની કોઈ બેઠક બોલાવી ન હતી. હાર્દિકે અગાઉ કહ્યું હતુ કે ભાજપે ૧૨૦૦ કરોડની ઓફર હતી, હાર્દિક અગાઉ ૧૨૦૦ કરોડમાં ન હતો વેચાયો તો હવે વધુ મળ્યા હશે? GMDC ગ્રાઉન્ડમાં આંદોલન માટે સાંજે ૭ વાગ્યા સુધીનો સમય હતો છતાં હાર્દિક ઉઠ્યો ન હતો.
હાર્દિકના આવા નિર્ણયો દર્શાવે કે તેની સત્તા સાથે કોઈ સાંઠગાંઠ હશે? હાર્દિક પાસે કોઈ ફેક્ટરી, ધંધો નથી છતા ભવ્ય લાઈફ જીવે છે, જે પક્ષે અમારા પર દમન ગુજાર્યુ છે તેનો વિરોધ કરીશું, અમે વિરમગામમાં હાર્દિક પટેલનો સખત વિરોધ કરીશું, અમે ભૂતકાળની ભૂલમાંથી શિખ્યા છીએ એટલે હવે આગામી સમયમાં બેઠક બોલાવી નવી સમિતીનું ગઠન કરીશુ, નવી સરકાર બન્યા બાદ અમારી નવી સમિતી સરકાર સાથે વાત કરશે, હાર્દિક સાથે હાલ જે PAASના લોકો જોડાયા છે એ કોઈ PAASના હોદ્દાદારો નહોતા હાર્દિક સાથે કોંગ્રેસમાં જે કામ કરતા હતા એ ભાજપમાં જોડાયા છે.
જુઓ વિડિઓ
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








