નવજીવન ન્યૂઝ. અમદાવાદ : ગુજરાતની ચૂંટણીના મતદાનને આડે બસ ગણતરીના દિવસો રહ્યાં છે. ત્યારે કઈ પાર્ટીના કેટલા ઉમેદવારો કરોડપતિ છે અને, કેટલા ઉમેદવારો પર કરજ છે તેની માહિતી આપને જણાવા જઈ રહ્યા છીએ. ગુજરાત વિધાનસભામાં પ્રથમ તબક્કાના ઉમેદવારોને લઈને ADRએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં ઉમેદવારોની સંપત્તિનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં પ્રથમ તબક્કાના 788 ઉમેદવારોમાંથી ટોપ 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
કરોડપતિ ઉમેદવાર છતાં કરોડોનું દેવું
પ્રથમ તબક્કાના ઉમેદવારો કરોડપતિ હોવા છતાં કરોડોનું દેવુ કરીને બેઠેલા ટોપ 10માં કોંગ્રેસના ઉમેદવાર મોખરે છે. પ્રથમ નંબરે કોંગ્રેસના રાજકોટ પૂર્વ બેઠકના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ પર 76 કરોડથી વધારે કરજ છે. જ્યારે કચ્છના રાપર બેઠકના કોંગ્રેસના બચુભાઈ અરેઠીયા પર 30 કરોડથી વધારે, સોમનાથ બેઠકના આપના જગમલ વાળા પર 22 કરોડથી વધારે, રાજકોટની જેતપુર બેઠકના ભાજપના જયેશ રાદડીયા પર 18 કરોડથી વધારે, અમરેલીની લાઠી બેઠકના આપના જયસુખ દેત્રોજા પર 13 કરોડથી વધારે, રાજકોટ દક્ષિણ બેઠકના કોંગ્રેસના હિતેષ વોરા સામે 11 કરોડ, જામનગરની જામજોધપુર બેઠકના ભાજપના ચીમન સાપરિયા પર 9 કરોડથી વધારે, અમરેલી લાઠી બેઠકના કોંગ્રેસના વીરજી ઠુમ્મર પર 9 કરોડથી વધારે, જામનગરની માણાવદર બેઠકના ભાજપના જવાહર ચાવડા પર 9 કરોડથી વધારેનું કરજ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








