Wednesday, June 24, 2026
HomeGujaratટોપ 10 ધનાઢય ઉમેદવારોમાં 7 માત્ર ભાજપના અને 3 કોંગ્રેસના: ગુજરાત ચૂંટણી

ટોપ 10 ધનાઢય ઉમેદવારોમાં 7 માત્ર ભાજપના અને 3 કોંગ્રેસના: ગુજરાત ચૂંટણી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ઉમેદવારો તડામાર તૈયારીએ લાગી ગયા છે. ઉમેદવારો મતદારને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવતા હોય છે. જેમાં કેટલાક સ્થળો પર ઉમેદવારો દ્વારા બેફામ રીતે પાણીની જેમ પૈસા ઉડાવવામાં આવતા હોય છે. ત્યારે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારોની સંપત્તિના વિશ્લેષણ અંગે ADRએ એક રિપોર્ટ જાહેર કર્યો છે.

પ્રમથ તબક્કાના કરોડપતિ ઉમેદવાર ભાજપ મોખરે

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માં પ્રથમ તબક્કામાં ભાજપના ઉમેદવારોમાં સૌથી વધુ કરોડપતિ છે. ભાજપના 89 ઉમેદવારો પૈકી 79 કરોડપતિ છે. જ્યારે બીજા નંબરે કોંગ્રેસના ઉમેદવારો છે. 89 ઉમેદવારોમાંથી 65 કરોડપતિ છે. જ્યારે ત્રીજાનંબરે આમ આમદી પાર્ટીના ઉમેદવારો છે. 88 ઉમેદવારોમાંથી 33 કરોડપતિ છે. જ્યારે 339 અપક્ષ ઉમેદવારોમાંથી 20 કરોડપતિ છે. BSPના 57 માંથી 5, SPના 12 માંથી 2, AIMIMના 6માંથી 2, રીઅલ ડેમોક્રેસી પાર્ટીના 2 માંથી 2, રાઈટ ટુ રીકોલ પક્ષના 6 માંથી 1 ઉમેદવાર કરોડપતિ છે.

સૌથી વધુ સંપત્તિ ધરાવતા ટોપ 10 ઉમેદવાર

પ્રથમ તબક્કામાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા ટોપ 10 ઉમેદવારોમાં ભાજપ મોખરે છે જ્યારે કોંગ્રેસ બીજા નંબરે છે. પ્રથમ નંબરે રાજકોટ દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ વીરજીભાઈ ટીલાળા છે, જેમની પાસે કુલ 175 કરોડથી વધારે સંપત્તિ છે. બીજા નંબરે રાજકોટ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ પાસે 162 કરોડથી વધારે સંપત્તિ છે. ત્યારબાદ માણાવદર બેઠકના ભાજપના ઉમેદવાર જવાહરભાઈ ચાવડા પાસે 130 કરોડથી વધારે, દ્વારકા બેઠકના ભાજપના ઉમેદવાર પબુભા માણેક પાસે 115 કરોડથી વધારે, કચ્છના રાપર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બચુભાઈ આરેઠીયા પાસે 97 કરોડથી વધારે, જામનગર ઉત્તર બેઠકના ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા પાસે 97 કરોડથી વધારે, દ્વારકા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મૂળુ કંડોરિયા પાસે 88 કરોડથી વધારે, અમરેલીની લાઠી બેઠકના ભાજપના ઉમેદવાર જનક તળાવીયા પાસે 58 કરોડથી વધારે, સુરત ઉત્તર બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિભાઈ બલર પાસે 54 કરોડથી વધારે, ભાવનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ સોલંકી પાસે 53 કરોડથી વધારેની સંપત્તિ છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular