નવજીવન ન્યૂઝ. પોરબંદરઃ ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી કરાનારાઓનો આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. પ્રથમ તબક્કામાં સમાવિષ્ઠ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પરંતુ પોરબંદરની કુતિયાણા બેઠકના દબંગ નેતાને NCPમાંથી ટિકિટ ન મળતા પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.
NCPમાંથી ટિકિટ ન મળતાં કાંધલ જાડેજાની નારાજગી સામે આવી છે. નારાજ કાંધલ જાડેજાએ NCPમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, શું કાંધલ જાડેજા અપક્ષ ચૂંટણી લડશે કે પછી કોઇ પાર્ટીમાં જોડાશે. કાંધલ જાડેજા વર્ષ 2012માં NCPમાં જોડાયા હતા, છેલ્લી 2 ટર્મથી કાંધલ જાડેજા કુતિયાણા બેઠકથી ચૂંટાઈને આવ્યા છે. આ વર્ષે કાંધલ જાડેજાએ NCPમાંથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. પરંતુ પક્ષમાંથી મેન્ડેડ ન મળતા NCPમાંથી રાજીનામું આપી દીધું છે. જોકે કાંધલ જાડેજા BTPના મેન્ડડ પર ચૂંટણી લડે તેવી શક્તા રહેલી છે.
કાંધલ જાડેજાએ પ્રથમ વખત 2012માં NCPમાંથી રાણાવાવ-કુતિયાણા બેઠક પરથી ચૂંટણીના જંગમાં ઉતર્યા હતા. કાંધલ જાડેજાએ 3 ટર્મથી જીતતા આવતા ભાજપના ઉમેદવારને 18 હજારથી વધુ મતોથી ચૂંટણીના જંગમાં હરાવ્યા હતા. વર્ષ 2017માં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી NCP નેતા કાંધલ જાડેજાએ BJPના નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવ્યા હતા. રાણાવાવ-કુતિયાણા બેઠક પર સંતોકબેન જાડેજા અને તેમના કાકા ભુરા મુંજા જાડેજા પણ અગાઉ ધારાસભ્ય રહી ચુક્યા છે.
જોકે આ વખતે કોંગ્રેસ અને NCP વચ્ચે માત્ર નરોડા, ઉમરેઠ અને દેવગઢ બારિયા બેઠક માટે જ ગઠબંધન કરાયું છે. ગઠબંધનમાં કુતિયાણાને બાકાત રાખવામાં આવતા કાંધલ જાડેજાને NCPએ મેન્ડેટ ન મળતાં રાજીનામું ધરી દીધું છે. ગઠબંધનમાં કુતિયાણામાં બેઠકને બાકાત રાખવાનું એક કારણ રાજ્યસભા ચૂંટણીમાં પાર્ટીલાઈનથી અલગ જઈને કાંધલ જાડેજાએ ભાજપને મત આપ્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |










