Tuesday, May 5, 2026
HomeGujaratવઢવાણ બેઠકના BJP ઉમેદવાર જીજ્ઞાબેને ચૂંટણી લડવાની ના પાડી, હવે પાર્ટીએ આપી...

વઢવાણ બેઠકના BJP ઉમેદવાર જીજ્ઞાબેને ચૂંટણી લડવાની ના પાડી, હવે પાર્ટીએ આપી આ નેતાને ટિકિટ

- Advertisement -

નવજીવન ન્યુઝ.સુરેન્દ્રનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સમીકરણો સતત બદલાઈ રહ્યા છે. દરમિયાનમાં ભાજપ દ્વારા જે 166 ઉમેદવારોને ચૂંટણી લડવા માટે ઉતાર્યા તેઓમાં ખુશીનો માહોલ છે. જોકે આ ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપના વઢવાણ બેઠકના ઉમેદવારે ચૂંટણી નહીં લડવાનો લેખિત પત્ર ભાજપના નેતાઓને મોકલ્યો છે. પાર્ટીએ પણ હવે આ બેઠક પર અન્ય દાવેદાર નેતાનું નામ જાહેર કર્યું છે.

વઢવાણ બેઠક પર જાણે છેલ્લી ઘડીઓમાં પણ નવાજુની થઈ રહી છે તેવો ઘાટ ઘડાયો છે. વઢવાણ વિધાનસભા બેઠક પરથી ભાજપ (ભારતીય જનતા પાર્ટી) દ્વારા જીજ્ઞાબેન પંડ્યાને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા હતા. ભાજપની ટિકિટ માટે જ્યાં પડાપડી થઈ રહી છે ત્યાં હાલ જીજ્ઞાબેનનો એવો પત્ર સામે આવી રહ્યો છે કે તેઓ ચૂંટણી લડવા માગતા નથી.

- Advertisement -

પ્રાપ્ત વિગતો પ્રમાણે સામે આવેલા આ પત્રમાં તેઓ લખે છે કે, હું પાર્ટીમાં છેલ્લા 20 વર્ષથી કામ કરું છું. મને વઢવાણ વિધાનસભાના ઉમેદવાર તરીકે યોગ્ય સમજી તે બદલ વડાપ્રધાન અને પાર્ટીનો આભાર માનું છું. હું જીવનભર ભાજપ માટે કામ કરવાની છું. હું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને વિનંતી કરંે છું કે વઢવાણ બેઠક પરથી મારી જગ્યાએ કોઈ બીજા કાર્યકર્તાને ઉમેદવારી કરવાની તક આપો.

ઉલ્લેખનીય છે કે હવે ભાજપ માટે આ બેઠક પરથી કોને લડાવવા તે પ્રશ્ન ઉપસ્થિત થયો અને પાર્ટીએ આ બેઠક પરથી પ્રબળ દાવેદાર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણાને ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે જીજ્ઞાબેનનું અચાનક ચૂંટણીમાંથી ખસી જવું અને જગદીશ મકવાણાની એન્ટ્રીને રાજકીય પંડીતો બીજા જ ગણિતથી જોઈ રહ્યા છે. કારણ કે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવા માટે જ્યાં હાલ મોટો ઉહાપોહ થઈ રહ્યો છે ત્યાં આ બેઠક પરથી ઉમેદવાર ટિકિટ મળ્યા પછી પોતાનું નામ પાછું ખેંચી રહ્યા છે તે ચોંકાવનારું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular