નવજીવન ન્યુઝ. આણંદ : પેટલાદ તાલુકાના વડદલા પાસે એક ટેન્કર પાછળ ઈકો કાર અથડાતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં વડોદરા સ્થિત પરિવારના ત્રણ લોકોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં પાંચ ઈજાગ્રસ્તોને પેટલાદની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યાં હતા. મૃતકોના પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, અકસ્માતમાં મૃત્યુ પામેલા વણઝારા પરિવારના સભ્યો વડોદરાના ડભોઈ રોડ ઉપર સોમાતલાવ પાસે ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સાંઈનગરના રહીશ છે. પરિવારના 8 લોકો ગતરોજ સારંગપુર હનુમાનજી મંદિરે દર્શનાર્થે ગયા હતા. બાદમાં તેઓ દર્શન કરી ઈકો કારમાં પરત વડોદરા જઈ રહ્યાં હતા. દરમિયાન તારાપુર ધર્મજ ચોકડી નજીક સવારે 11 વાગ્યાના સુમારે બંધ પડેલા ટેન્કર પાછલ ઈકો કાર અથડાઈ હતી. ધડાકા ભેર કાર ટેન્કર પાછળ અથડાતા આસાપાસ રહેલા લોકો દોડી ગયા હતા. નજરે જોનારાનું કહેવું છે કે, ઈકો કારમાં ગંભીર રીતે ઘાયલ લોકો કણસી રહ્યાં હતી અને કારના કુરચા ઉડી ગયા હતા.
ધટનાની જાણ થતા જ પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઈ વી બી પટેલ ઘટના સ્થળે દોડી ગયા હતા. બાદમાં ઈજાગ્રસ્તોને કારની બોડી તોડી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનામાં ઘાયલ તમામને તાત્કાલીક પેટલાદ સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ કુલ 5 ઈજાગ્રસ્તો પેટલાદ અને કરમસદની હોસ્પીટલમાં સારવાર હેઠળ હોવાની વિગતો સાંપડી રહી છે. ઘટના મામલે પેટલાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકોની યાદી
રામુભાઈ વજેસિંગ વણઝારા – ઉવ આશરે પ૦
હિરલ રામુભાઈ વણઝારા – ઉવ આશરે રર
વિનોદ લક્ષ્મણભાઈ વણઝારા – ઉવ આશરે ર૮
ઈજાગ્રસ્તો પેટલાદ સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર હેઠળ રહેલા ઈજાગ્રસ્તો
ધીરજ વિનોદભાઈ વણઝારા
ગીતાબેન રામસિંગભાઈ વણઝારા
શૈલેષ રામસિંગભાઈ વણઝારા
કરમસદ હોસ્પીટલ ખાતે સારવાર હેઠળ રહેલા ઈજાગ્રસ્તો
જાગૃતિબેન રામસિંગભાઈ વણઝારા
રંજનબેન વિનોદભાઈ વણઝારા
માહિતી : દેવાંગી ઠાકર (આણંદ)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |










