Sunday, June 7, 2026
HomeGujaratવડોદરાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની ટીકિટ કપાતા હવે અપક્ષ ચૂંટણી લડવાના મૂડમાં

વડોદરાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની ટીકિટ કપાતા હવે અપક્ષ ચૂંટણી લડવાના મૂડમાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ ભાજપ દ્વારા આજે 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જોકે આ યાદીમાં અનેક દિગ્ગજ નેતાઓના નામ કપાયા છે. જ્યારે એક દબંગ નેતા સિવાયના બધા નેતાઓ આ વખતની ચૂંટણીમાં ફાવી ગયા છે. અનેક ધમપછાડા કરનારા દબંગ નેતાઓની ટિકિટ કપાઈ છે. જોકે છેલ્લે સુધી હું જ ચૂંટણી લડીશ અને પક્ષ મને ટિકિટ આપશે તેવો દાવો કરનારા વડોદરાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ છે. દબંગ ધારાસભ્યની ટીકિટ કપાતા હવે અપક્ષ દાવેદરી કરવાના મૂડમાં દેખાય રહ્યા છે.

ભાજપે ઉમેદવારોની ટિકિટ જાહેર કર્યા બાદ દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, જો કાર્યકર્તાઓ કહેશે તો હું અપક્ષ લડીશ. ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડે જે નિર્ણય કર્યો તે શિરોમાન્ય છે. હું અપક્ષ તરીકે કોર્પોરેશનમાં જીત્યો અને અપક્ષ ધારાસભ્ય તરીકે પણ જીત્યો હતો. વાઘોડિયા તાલુકા અને શહેરના બધા જ કાર્યકરોને બે દિવસમાં ભેગા કરીને પછી કાર્યકર્તાઓ જે નિર્ણય લેશે તે નિર્ણય લેવામાં આવશે.

- Advertisement -

તેમણે વધુ જણાવ્યું કે, હું પહેલાથી જ ભાજપમાં જોડાયેલો છું, ક્યારેય અન્ય પક્ષમાં જોડાયો નથી. કાયમ અપક્ષ અથવા ભાજપ સાથે રહીને જ ચૂંટણી લડ્યો છું. મને કાર્યકર્તા કહેશે તો જ અપક્ષ તરીકે લડીશ. આ ચૂંટણી લડીને પણ ભાજપનો સેવક છું અને ભાજપમાં જ રહેવાનો.  જાતિવાદના લીધે જ કદાચ મને ટીકીટ નથી મળી. એવું હોઈ શકે કે અમુક સમાજના લોકોને જ ટિકિટ આપવી અમુક સમાજના લોકોને ન આપવી. હું મારા કાર્યકર્તાઓ વડે જ હું રાજકારણમાં આવ્યો છું.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular