નવજીવન ન્યૂઝ. રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે આજે આપ ગુજરાત દ્વારા CM ચહેરા તરીકે ઈસુદાન ગઢવીનું નામ જાહેર કરવામાં આવતા આંતરીક જૂથવાદ સામે આવ્યો છે. ઈસુદાન ગઢવીની જાહેરાત બાદ સૌરાષ્ટ્ર આપના નેતા ઈન્દ્રનીલ રાજગુરૂ અને રાજભા ઝાલાની નારાજગી સામે આવી છે. ઉપરાંત સૌરાષ્ટ્ર આપમાં ભંગાણ પડવાના એંધાણની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં CM ચહેરાની જાહેરાત આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી ના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પંજાબના CM સહિત ગુજરાત આપના નેતાઓ હાજર રહ્યા હતા. પરંતું આપના રાષ્ટ્રીય મહામંત્રી ઈન્દ્રનીલ રાજગુરૂની સૂચક ગેરહાજરીથી નારાજગી હોવાની ચર્ચા ઉઠી હતી. પક્ષમાં યોગ્ય મહત્વ ન મલવાના કારણે નારાજ હોવાનું સામે આવી રહ્યું છે. તેમની સાથે રાજભા ઝાલા પણ પક્ષથી નારાજ હોવાનું સામે આવ્યું છે. રાજભા ઝાલા RMCના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે.
રાજભા ઝાલા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે ઈસુદાન ગઢવીની CM ચહેરા તરીકે જાહેરાત કરવામાં આવી છે. તેમણે ગુજરાતની તમામ સમસ્યા તેમણે જાણે છે, પરંતું મુખ્યમંત્રી બનવા માટે બહુમતી ધારાસભ્ય જોઈએ, જે રીતે આપ નિર્ણય કરીને ટીકીટ આપી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે આપ જુદી દીશામાં જઈ રહી છે. ઈન્દ્રનીલ રાજગુરૂનો આર્થિક રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. મારી અને ઈન્દ્રનીલની રાજકીય શક્તિની અવગણના કરવામાં આવ્યી છે.








