Thursday, June 25, 2026
HomeGujaratચૂંટણી નજીક છે અને આવી છે દિવાળીઃ કર્મચારીઓના પગારમાં વધારો થતા બધા...

ચૂંટણી નજીક છે અને આવી છે દિવાળીઃ કર્મચારીઓના પગારમાં વધારો થતા બધા રાજી રાજી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી ટાંણે જ સરકારનું નાક દબાવી શકાય તેવી સમજ હવે લોકોમાં પણ આવી ગઈ છે. ભલે સરકાર ચૂંટણી પછી મોંઘવારી મુદ્દે લોકોના નાકમાં દમ કરી દે પણ ચૂંટણી હાલ પોતાની માગ પુરી કરવાનો એક અવસર હોય તેવી સ્તિતિ જોવા મળી રહી છે. ચૂંટણી આવતા કરમચારીઓની પડતર માગને લઈને હમણા ઘણા આંદોલન થયા અને તે માગ પૈકી ઘણું બધું સરકારે સ્વીકારી લીધું અને આંદોલનની આગ પર કાબૂ મેળવી લીધો. આવી ઘણી રીતે લોકોમાં ચૂંટણી પહેલા કોઈ નારાજગી ઊભી થાય તે સરકારને પણ પરવળે તેમ નથી.

હાલમાં જ સરકારે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત કામ કરતા સંચાલકોના પગારમાં વધારો કરી દીધો છે. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કામ કરતા કર્મચારીઓને દિવાળી અને ચૂંટણી પહેલા જ મહત્વની જાહેરાત કરીને ભેટ આપી છે. માનદ વેન ધારકોમાં સંચાલકના પગાર રૂપિયા 1400થી વધારીને 3000. કુક કમ હેલ્પરને 1100નો વધારો કરીને રૂપિયા 2500 અને હેલ્પરના પગારમાં 500 રૂપિયાનો વધારો કરીને રૂ. 1000 કરી દેવાયો છે. મતલબ કે લગભગ બમણા પગારનો વધારો કરી દેવાયો છે.

- Advertisement -

આ મામલે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું કે, પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને બપોરનું જમવાનું આપવાની પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા માનદ વેતન ધારકોમાં સંચાલકના રૂપિયા 1400 વધારીને 3000, કુક કમ હેલ્પરના 1100 વધારીને રૂપિયા 2500 અને 500 હેલ્પરના વધારીને 1000 કરવામાં આવ્યો છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular