Saturday, May 2, 2026
HomeGujaratઅમદાવાદમાં વંદે ભારત ટ્રેનને ઢોર ભટકાતા થઈ આવી હાલત

અમદાવાદમાં વંદે ભારત ટ્રેનને ઢોર ભટકાતા થઈ આવી હાલત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં સામાન્ય રીતે રખડતા ઢોરનો ત્રાસ જાહેર રસ્તા પર દેખાતો હોય છે. પરંતું આજે રખડતા ઢોરનો કારણે ટ્રેનનો અક્સમાત થયો છે. તાજેતરમાં જ નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપીને શરૂઆત કરાવેલી વંદે ભારત ટ્રેન રખડતા ઢોરનો ભોગ બની છે. વંદે ભારત ટ્રેન શરૂ થયાને હજી માંડ થોડાક જ દિવસ થયાં છે. ત્યારે આજે અમદાવાદમાં વંદે ભારત ટ્રેનનો અક્સમાત થયો છે. અક્સમાતના કારણે ટ્રેનને ભારે નુકસાન થયું છે. આ અક્સમાત આજે સવારે 11 વાગ્યાની આસપાસ બન્યો ગતો.

અમદાવાદમાં મણીનગરથી વટવાની વચ્ચે ટ્રેન પસાર થઈ રહી હતી. તે દરમિયાન અક્સમાત થયો થયો હતો. ટ્રેન મુંબઈથી અમદાવાદ આવી રહી હતી. ટ્રેનના ટ્રેક પાસે ચાર ઢોર આવી જતાં ટ્રેન સાથે અથડાઈ હતી. ઢોર અથડાવવાના કારણે ટ્રેનના આગળના ભાગમાં નુકશાન પહોંચ્યું છે. હાલ આ બનાવને લઈને કોઈ જાનહાની સામે આવી નથી. તમામ મુસાફરોને તેમના મુકામે સુરક્ષિત પહોંચાડી દેવામાં આવ્યા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular