Sunday, May 31, 2026
HomeGujaratબોલો… ડ્રગ્સની સેમ ડે ડિલિવરીઃ મુંબઈ ફ્લાઈટમાં જતા પેડલરને ઝડપ્યો, લત બની...

બોલો… ડ્રગ્સની સેમ ડે ડિલિવરીઃ મુંબઈ ફ્લાઈટમાં જતા પેડલરને ઝડપ્યો, લત બની જેલના અંધકારનું કારણ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદથી મુંબઈ ફ્લાઈટમાં ડ્રગ્સ લઈ જતો એક પેડલર એસઓજીના હાથે લાગ્યો છે. પોલીસે જ્યારે તેની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે તે ડિમાન્ડ પર સેમ ડે ડિલિવરી આપવા માટે જતો હતો. ઉપરાંત તેણે જ્યારથી ડ્રગ્સની લત લાગી પછી મોજશોખ અને તેમાં મળતા રૂપિયાને કારણે તે પેડલર બની ગયો અને હવે જ્યારે તે પોલીસના હાથ ચઢી ગયો છે ત્યારે તેના આવનારા જીવનમાં જેલના અંધારા સિવાય બીજું કશું નથી. ડ્રગ્સની લત વ્યક્તિના જીવનને કેટલી હદે બરબાદ કરી શકે છે આ તેનું ઉત્તમ ઉદાહરણ છે.

અમદાવાદથી મુંબઈ ડ્રગ્સની ડિલિવરી કરવા જતા શખ્સ પાસેથી એસઓજીએ કુલ રૂપિયા 3.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસઓજીએ આ કેસમાં શાહનવાઝ ઉર્ફે બગ્ગો શેખ નામના ડ્રગ્સ પેડલરની ડ્રગ્સની મત્તા સાથે ધરપકડ કરી છે. એસઓજીને એક માહિતી મળી હતી કે, એક શખ્સ એમડી ડ્રગ્સ સાથે વેચવા માટે રખિયાલમાં તેજેન્દ્ર કોમ્પલેક્ષ પાસે ઊભો છે. પોલીસે તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી અને તેને ઝડપી પાડ્યો. તેની સાથે પુછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું કે, છેલ્લા ચારેક મહિનાથી જ તે ડ્રગ્સનો વેપાર કરતો થયો હતો. તે પોતે પણ ડ્રગ્સનો બંધાણી છે. થોડા વખત પહેલા તે તેના મુંબઈના મિત્ર સમીર થકી વસીમ નામના ડ્રગ્સ ડિલરના સંપર્કમાં આવ્યો હતો. જે પછી તે ઘણી વખત મુંબઈથી ડ્રગ્સ લાવી અમદાવાદમાં વેચવા પણ લાગ્યો હતો.

- Advertisement -

શાહનવાઝ શેખ એક દિવસા પહેલા ફ્લાઈટમાં મુંબઈ ગયો હતો અને ત્યાંથી 40 ગ્રામ ડ્રગ્સ લાવ્યો હતો. જોકે તે ફ્લાઈટમાંથી આવતા કેવી રીતે છટકી શક્યો તે તમામ બાબતો પર પોલીસની તપાસ ચાલી રહી છે. જોકે આ ડ્રગ્સ તે કોઈને વેચે તે પહેલા જ તેને એસઓજીએ ઝડપી પાડ્યો છે. શાહનવાઝ ગ્રાહકોને સાચવવા માટે સેમ ડે ડિલિવરી કરતો અને ફ્લાઈટમાં અવરજવર કરતો હતો. છેલ્લા ચારેક મહિના દરમિયાન તે અમદાવાદના કાલુપુર રેલવેસ્ટેશન પાસેના વિસ્તારો, રખિયાલ, બાપુનગર, સહિતના પૂર્વ વિસ્તારોમાં નાની પડીકીઓ વેચતો હતો.

શાહનવાઝ મુંબઈથી આ ડ્રગ્સ એક ગ્રામ દીઠ 1100 રૂપિયામાં લાવતો હતો અને અમદાવાદમાં તે 2500 રૂપિયા એક ગ્રામ દીઠ વસુલતો હતો. શાહનવાઝનું કહેવું છે કે આ ઉપરાંત તે પોતે બેરોજગાર છે કોઈ બીજો કામધંધો કરતો નથી પણ તેને ડ્રગ્સના નશાની આદત લાગી ગઈ હતી. હવે પોતાના મોજશોખ પુરા કરવા માટે તેણે ડ્રગ્સ વેચવાનું શરૂ કરી દીધું હતું.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular