Friday, April 24, 2026
HomeGujaratવલસાડઃ પોલીસ સ્ટેશનના પહેલા માળે જ તોડબાજી કરવા જતાં ઉજવાઈ ગઈ નવરાત્રી...

વલસાડઃ પોલીસ સ્ટેશનના પહેલા માળે જ તોડબાજી કરવા જતાં ઉજવાઈ ગઈ નવરાત્રી જાણો, શું બન્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ.વલસાડઃ વલસાડના પારડી પોલીસ સ્ટેશનના પહેલા માળે બે શખ્સો દ્વારા રૂપિયા છ હજારનો તોડ કરવાનું કાવતરું ઘડ્યું હતું. જોકે તેમની જાણમાં ન હતું કે આ તેમનું ઘડેલું કાવતરું નહીં પરંતુ એસીબીનું ગોઠવેલું છટકું છે. જેના કારણે એવા ભરાયા કે નવરાત્રીના ત્રીજા જ દિવસે માતાજીએ પરચો બતાવી દીધો હોય તેમ અચાનક એસીબીની એન્ટ્રી અને ધરપકડથી પરસેવો છૂટી ગયો હતો.

સમગ્ર ઘટના એવી બની કે, નવરાત્રીના ત્રીજા દિવસે એટલે કે આજે પારડી પોલીસ સ્ટેશનમાં કામ કરતાં અ.હે.કો અને જીઆરડીની દાનતને કારણે તેમને ભોગવવાનો વારો આવ્યો હતો. અહીં એક વ્યક્તિના મિત્રની મોપેડના ગુનામાં પારડી પોલીસ સ્ટેશનમાં જમા થઈ ગઈ હતી. મોપેડ છોડાવવા માટે તેઓ કોર્ટના દરવાજે પહોંચ્યા. જ્યાં કોર્ટે પોલીસનો અભિપ્રાય માગ્યો હતો. જેને કારણે તેઓ અભિપ્રાય આપવા બાબતે પારડી પોલીસ સ્ટેશનના અ.હે.કો. ગૌરવ રમેશ ડાભી અને જીઆરડી પ્રદિપ ગમન પટેલના સંપર્કમાં આવ્યા. આ બંનેએ અભિપ્રાય આપવા બાબતે રૂપિયા 15,000ની માગણી કરી હતી. જોકે બંને વચ્ચે ભાવતાલ થયો.

- Advertisement -

આખરે આ મુદ્દો 6000માં પતાવી દેવાની વાત નક્કી થઈ. આ તરફ ફરિયાદી વ્યક્તિ આ 6000 પણ ખોટી રીતે આપવા તૈયાર ન હતા. તેમણે સીધો દરવાજો ખટખટાવ્યો એસીબી (લાંચ રૂશવત વિરોધી બ્યૂરો)નો, હવે એસીાબીમાંથી ટ્રેપીંગ અધિકારી પીઆઈ વી એસ પલાસ અને સુપરવિઝનમાં શ્રીમતી એ કે ચૌહાણે આ બંનેની સામે કાર્યવાહી શરૂ કરી. જોકે આ બંનેને ગંધ પણ આવી નહીં અને તેમણે ફરિયાદીને રૂપિયા લઈ પોલીસ સ્ટેશનના પહેલા માળે આવેલી ખુલ્લી જગ્યામાં બોલાવ્યો. જ્યાં આ વ્યક્તિએ તેમને 6000 રૂપિયા આપ્યા અને તેમણે સ્વીકાર્યા પણ હતા. આખરે ત્યાં જ એસીબીની એન્ટ્રી થઈ ગઈ અને બંને લાંચિયાઓને સીધા નવરાત્રીમાં માતાજીના દર્શન થઈ જતા પરસેવો છૂટી ગયો. એસીબીએ બંનેને ઝડપી પાડી તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular