Thursday, June 25, 2026
HomeGujaratવડોદરા: 24 લાખની ગાડી 2 દિવસમાં ખરાબ થઈ જતાં ગ્રાહકે કર્યો અનોખો...

વડોદરા: 24 લાખની ગાડી 2 દિવસમાં ખરાબ થઈ જતાં ગ્રાહકે કર્યો અનોખો વિરોધ, ગાડી આગળ ગધેડા બાંધીને પહોંચ્યા શો રૂમ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરામાં એક ગ્રહકનો કારના શો રૂમના માલિક સામે વિરોધ કરવાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે ગ્રાહકો મોંઘી ગાડીઓ એટલા માટે ખરીદતા હોય છે કે તેમને સારી સુવિધાઓ મળી શકે, પરંતુ વડોદરામાં એક વ્યક્તિએ 24 લાખની મોરિસ ગેરેજ કંપનીની ગાડી ખરીદી અને 2 દિવસમાં જ ગાડી બગડી ગઈ. આ અંગે તેમણે કંપનીને પણ જાણ કરી ત્યારે કંપની તરફથી યોગ્ય જવાબ ન મળતા તેમણે અનોખો વિરોધ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના એસપી રોડ પર આવેલા મોરિસ ગેરેજના શો રૂમ આગળ એક ગ્રાહક પોતાની ગાડી ઉપર ‘24 લાખની ગાડી 2 દિવસમાં જ ખરાબ થઈ ગઈ’ તેવા પોસ્ટર લગાવીને પહોંચ્યા હતા, ઉપરાંત ગ્રાહકે પોતાની ગાડીની આગળ ગધેડા બાંધીને ઢોલ નગારા સાથે વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “તેમણે 5 દિવસ પહેલા આ ગાડી 24 લકમાં લીધી હતી અને ગાડી 2 જ દિવસમાં ખરાબ થઈ ગઈ છે.”

- Advertisement -

ગ્રાહકે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “મે આ અંગે મોરિસ ગેરેજ કંપની સાથે મેઈલ દ્વારા પણ સંપર્ક કર્યો છે પણ તેમના તરફથી મને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. હું છેલ્લા ઘણા દિવસોથી શો રૂમના પણ ધક્કા ખાઉ છું પણ કોઈ મારી વાત સંભળાતું નથી. કામપની ન મારા પૈસા પાછા આપે છે ન ગાડીનું રિપ્લેસમેન્ટ આપે છે. ત્યાર હું હવે વિરોધ કરવા શો રૂમ આગળ આવ્યો છું.”

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular