Thursday, June 25, 2026
HomeNational#राष्ट्रीय_बेरोजगार_दिवस Vs #HappyBdayModiji, સૌથી વધુ ટ્વીટ બેરોજગારી પર છતાં Twitter પર નંબર...

#राष्ट्रीय_बेरोजगार_दिवस Vs #HappyBdayModiji, સૌથી વધુ ટ્વીટ બેરોજગારી પર છતાં Twitter પર નંબર 1 મોદીજીનો બર્થડે

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે રાષ્ટ્રીય બે રોજગાર દિવસ તરીકે ઘણા યુવાનો પોતાનો વિચાર વ્યક્ત કરી રહ્યા છે. આજે હેપ્પી બર્થ ડે નરેન્દ્ર મોદી હેશ ટેગ સોશિયલ મીડિયા સાઈટ પર જેટલો ટ્રેન્ડિંગમાં છે તેના ઉપરાંત રાષ્ટ્રીય બેરોજગાર દિવસ પણ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે. અહીં સોશિયલ મીડિયા પર લાખો લોકોએ આ હેશ ટેગ સાથે પોતાના વ્યક્ત કરેલા વિચારો દર્શાવ્યા છે. જોકે તે સંદર્ભમાં એક વિચિત્ર બાબત એ પણ જોવા મળી કે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટર પર હેશટેગમાં ભારતમાં નંબર વન પર છે હેપ્પિ બર્થડે મોદીજી જેને (આ લખાય છે ત્યાં સુધી) 2.61 લાખ લોકોએ ટ્વીટ કરી યુઝ કર્યો છે. જ્યારે રાષ્ટ્રીય બેરોજગાર દિવસ બીજા નંબર પર છે જે હેશટેગ પર (આ લખાય છે ત્યાં સુધી) 6.51 લાખ લોકોએ ટ્વીટ કર્યા છે. જો સૌથી વધુ ટ્વીટ થાય તે સર્વ પ્રથમ હોય તો તે પ્રમાણે ટ્રેન્ડિંગમાં હેપ્પી બર્થડે મોદીજી બીજા નંબર પર હોય પણ અહીં આ પ્રકારનો વિરોધાભાષ કેવી રીતે તે પ્રશ્ન ઉપજી રહ્યો છે.

https://twitter.com/HansrajMeena/status/1570958874236289025
આ ઉપરાંત સૌથી વધુ ટ્રેન્ડિંગમાં છે #HappyBdayModiji જે હાલ (આ લખાય છે ત્યારે) સોશિયલ મીડિયા પર 2.61 લાખ લોકોએ ટ્વીટ કર્યા છે. આવો તેના પર પણ એક નજર કરીએ.

- Advertisement -

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular