Saturday, May 30, 2026
HomeGujaratઅમદાવાદમાં બુટલેગર બેફામ, પોલીસકર્મીને માર મારી ફ્રેક્ચર કર્યું

અમદાવાદમાં બુટલેગર બેફામ, પોલીસકર્મીને માર મારી ફ્રેક્ચર કર્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં જાણે બુટલેગરને કાયદોની બીક જ ન હોય તે પ્રકારે પોલીસકર્મી પર હુમલો કરી રહ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં અગાઉ પણ પોલીસકર્મીઓને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં બુટલેગર્સ દ્વારા પોલીસકર્મીઓને જાહેર રસ્તા પર દોડાવી દોડાવીને મારતા હોવાનું જોવા મળ્યું હતું. ત્યારે ફરી એક વાર નરોડા વિસ્તારમાં બુટલેગરએ પોલીસકર્મીને માર મારીને ફ્રેક્ચર કરી દીધું છે.

પ્રાપ્ત વિગત અનુસાર, નરોડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી દેવેન્દ્રસિંહ ઝાલા GIDC ચોકીમાં ફરજ બજાવે છે. તેમણે બાઈક પર નાના ચિલોડા ગામ પાસે નાઈટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભાગોળ ચોકી ખાતે ફરજ બજાવતા પોલીસકર્મી તેમની ગાડી લઈને આવ્યા હતા. આ સમયે ભાટ ટોલટેક્સ તરફથી ક્રેટા અને સિફ્ટ ગાડી નીકળી હતી. આ બંને કારમાં નરોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા મુકેશ ઠાકોર અને રાજેશ ફુગ્ગો બેઠા હતા. જેમણે અગાઉના કેસમાં હાઈકોર્ટમાંથી સ્ટે લીધો હતો અને હાલ ચોરીછુપીથી પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા હોવાની પોલીસને શંકા જતા તેમની કારનો પીછો કર્યો હતો.

- Advertisement -

પોલીસકર્મીઓએ બંને કારનો પીછો કરતા બુટલેગર સરદારનગર વિસ્તારમાં થઈને ભાગવામાં સફળ થયા હતા. રાત્રીના સમયે દેવેન્દ્રસિંહ અને અન્ય પોલીસકર્મી કારમાં હતા, ત્યારે સિફ્ટ કારે આગળની સાઈડથી અને ક્રેટા કારે પાછળના ભાગેથી પોલીસકર્મીની ગાડીને ટક્કર મારી હતી. આ દરમિયાન સિફ્ટ કારમાંથી મુકેશ ઠાકોર અને રાજેશ ફુગ્ગો પાઈપ લઈને ઉતર્યા હતા. જ્યારે બીજા ત્રણ વ્યક્તિ હાથમાં પથ્થર લઈને ભેગા મળીને પોલીસની ગાડી પર પથ્થર મારો કર્યો હતો. ક્રેટા કારમાંથી ઉસ્માન ઘાંચી, હારુન શેખ, પ્રદ્યુમન ઉર્ફે ટીલુ હાથમાં પાઈપ જેવા હથીયાર લઈને નીકળ્યા હતા. ઉપરાંત બીજા ત્રણ વ્યક્તિ હાથમાં પથ્થરો લઈને જેના કારણે પોલીસની ગાડીના કાચ પણ તૂટી ગયા હતા.

મુકેશ ઠાકોરે પોલીસકર્મીને કહ્યું કે, આજે તો તને જાનથી મારી નાખીશ અને પાઈપથી પોલીસકર્મી પર તૂટી પડ્યો હતો. આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ જતા તમામ ફરાર થઈ ગયા હતા. પોલીસકર્મી ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બે પોલીસકર્મીમાંથી એક પોલીસકર્મીને નાકના ભાગે ફ્રેક્ચર થતાં ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું હતું. પોલીસ પર હુમલો કરવા બાબતે મુકેશ ઠાકોર, હારુન શેખ, ઉસ્માન શેખ, પ્રદ્યુમન ઉર્ફે ટીલુ, રાજેશ ઉર્ફે ફુગ્ગો અને અન્ય ત્રણ લોકો સામે IPC 143, 144, 147, 148, 149, 333, 336, 325, 427, 307 અને GP એક્ટ 135(1) જેવી કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular