નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ કારમાં બેઠેલા તમામ લોકોએ હવે સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત રહેશે. નોંધનીય છે કે સામાન્ય રીતે પાછળની સીટ પર બેઠેલા લોકો સીટ બેલ્ટ પહેરતા નથી, પરંતુ વધતા જતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે કારમાં તમામ લોકો માટે સીટ પહેરવી જરૂરી રહેશે. કેન્દ્રીય મંત્રી ગડકરીએ એક કાર્યક્રમમાં કાર અકસ્માતમાં સાયરસ મિત્રીના મૃત્યુનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે કારના ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠેલી વ્યક્તિએ સીટ બેલ્ટ બાંધવો પડશે. આ સાથે જો કારની પાછળની સીટ પર બેઠેલા લોકો સીટ બેલ્ટ નહીં બાંધે તો તેમને દંડ ભરવો પડશે. પાછળની સીટમાં બેલ્ટ લગાડવા માટે ક્લિપની વ્યવસ્થા હશે. સીટ પર બેઠેલી વ્યક્તિ જો સીટ બેલ્ટ નહીં પહેરે તો આલાર્મ વાગતો રહેશે. આગામી ત્રણ દિવસમાં કેન્દ્ર સરકારના પરિવહન મંત્રાલય દ્વારા આદેશ જારી કરવામાં આવશે. આ નિયમો તમામ કાર માટે લાગુ થશે. તેનો અમલ રાજ્ય સરકારોએ કરવાનો રહેશે.
ગુજરાતની વાત કરીએ તો વર્ષ 2020માં 13398 અકસ્માત બનાવ સામે આવ્યા હતા. જેમાં સીટ બેલ્ટ ન પહેર્યો હોય તેવા 798 લોકોના મોત નિપજ્યા હતા. ભારતમાં રોડ અક્સમાત મોટા પ્રમાણમાં થાય છે. મંત્રી ગડકરીએ કહ્યું કે કાર બનાવતી વખતે એરબેગને અનિવાર્ય બનાવવાની જોગવાઈ સાથે નવા નિયમ અંતર્ગત કાર તૈયાર કરવામાં આવશે. જોકે નવા સીટ બેલ્ટ નિયમના ઉલ્લંઘન પર થનારા દંડની રકમ અંગે હજી સુધી કોઈ જાણકારી આપી નથી. પાડ્યો ન હતો.








