Saturday, May 30, 2026
HomeGujaratવડોદરા: બાળકોની તસ્કરી કરીને લાખોમાં સોદો કરતી ગેંગ પોલીસે ઝડપી

વડોદરા: બાળકોની તસ્કરી કરીને લાખોમાં સોદો કરતી ગેંગ પોલીસે ઝડપી

- Advertisement -

નવજીવ ન્યૂઝ. વડોદરાઃ વડોદરા પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે બાળકોની તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ બાળકોનું અપહરણ કરીને લાખોમાં સોદો કરતી હતી. પોલીસે હાલ ચાઈલ્ડ સ્ટેટ ટ્રાફિકિંગ કૌભાંડમાં બે મહિલાઓ સહિત ચારની ધરપકડ કરી છે. આ ગેંગ દ્વારા અગાઉ કેટલા બાળકો ક્યાં અને કેટલામાં સોદા પાડ્યા છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

વડોદરામાં બાળકોની તસ્કરી થતી હોવાની માહિતી એક જાગૃત નાગરિક દ્વારા ઝોન-2ના DCPને મળી હતી કે, બાળકીને દિલ્હીથી વડોદરાના સલાટવાળા ખાતે વેચવા માટે લાવવાના હતા. માહિતીના આધારે LCBની ટીમ અને રાવપુરા શી-ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. આ દરમિયાન દિલ્હીથી વડોદરા આવેલી અને વડોદરાથી ખરીદવા આવેલા વ્યક્તિઓને પોલીસેની ટીમે રેલ્વે સ્ટેશનથી જ દબોચી લીધા હતા. પોલીસે સમગ્ર કેસમાં બે મહિલા સહિત ચારની ધરપકડ કરી છે.

- Advertisement -

પોલીસે પકડાયેલા આરોપીની પુછપરછ કર્યા બાદ જણાવ્યું હતું કે, ઈન્ટરનેટના માધ્યમથી વડોદરાની મહિલાએ બાળકીનો સોદો કર્યો હતો, સોદો થતાં વાતચીત મુજબ દિલ્હીથી બાળકીને વડોદરા લાવવામાં આવી હતી. દિલ્હીથી દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાં એક મહિલા અને એક યુવક આઠ દિવસની બાળકીને લઈને આવ્યા હતા અને વડોદરાના દંપતીને આપ્યું હતું. જોકે વડોદરાના દંપતી સૌરભ વેરા અને સોમા વેરાને બાળકી અંગે પુછતા બાળકી દિલ્હીના પુજા હરીશંકર અને દીપક શીવચરન જોડેથી દત્તક લેવાના હોવાનું રટણ કર્યું હતું. બાળકીના માતા-પિતા અંગેના કોઈ આધાર પુરાવા ન હોવાથી બાળકીને રાવપુરા શી ટીમ સાથે બાળકીની સારવાર અર્થે SSG હોસ્પિટલ મોકલી આપી હતી. ઉપરાંત આરોપીઓની વધુ પુછપરછ માટે સયાજીગંજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular