Wednesday, April 29, 2026
HomeGujaratરાજકોટ પોલીસ બેડામાં ફેરફાર, 11 PSIની આંતરિક બદલી

રાજકોટ પોલીસ બેડામાં ફેરફાર, 11 PSIની આંતરિક બદલી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ રાજકોટ પોલીસ બેડામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટના 11 પોલીસ સબ ઈન્સપેક્ટરની આંતરીક બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અઘિક્ષકએ બદલીના આદેશ કર્યા છે. તાજેતરમાં ગુજરાત પોલીસમાં 56 ASIને PSIનું પ્રમોશન આપવામાં આવ્યું હતું. જ્યારે ગત સપ્તાહમાં 88 પોલીસ ઈન્સપેક્ટરની પણ બદલી કરવામાં આવી હતી. ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર કરવામાં આવતા ચુંટણીના એંઘાણ વર્તાઈ રહ્યા છે.

રાજકોટમાં જિલ્લા પોલીસના આદેશથી 11 પોલીસ સબ ઈન્સપેક્ટરની બદલી કરવામાં આવી છે. જે અનુસાર શાપર-વેરાવળના PSI કે. એ. ગોહીલને પાટણવાવ, ઉપલેટાના PSI આર. એલ. ગોયલને ગોંડલ સીટી, જામકંડોરણાના PSI જે. યુ. ગોહીલ ગોંડલ સીટી, ગોંડલ તાલુકાના PSI ડી. પી. ઝાલાને પેરોલ ફર્લો સ્‍કવોડ, ગોંડલ DySPના રીડર PSI એમ. જે. પરમારને વિરપુર, આટકોટના ASI કે. પી. મેતાને ભાયાવદર, પડધરીના PSI બી. એલ. ઝાલાને લીવી રીઝર્વ, પાટણવાવના PSI જી. જે. ઝાલાને જેતપુર સીટી, વિરપુરના PSI જે. એચ. સીસોદીયાને આટકોટ, લીવ રીઝર્વમાં રહેલ PSI વી. બી. ચૌમાણને લોધીકા પોલીસ મથક અને LCBના PSI એસ. જે. રાણાને શાપર-વેરાવળમાં બદલી કરવામાં આવી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular