Saturday, May 2, 2026
HomeGujaratવડોદરાના નામચીન રાજુ બેટરી સહિત 15 આણંદ પોલીસના ફાર્મ હાઉસમાં પાર્ટી કરતાં...

વડોદરાના નામચીન રાજુ બેટરી સહિત 15 આણંદ પોલીસના ફાર્મ હાઉસમાં પાર્ટી કરતાં ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.આણંદઃ વડોદરાના કુખ્યાત રાજુ બેટરી સહિત 15 શખસોને ઝડપી પાડવામાં આણંદ પોલીસને સફળતા મળી છે. આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ તમામની ધરપકડ કરવામાં આવી છે. આણંદ સ્થિત આડસ ગામની દેણાપુર સીમમાં આવેલા એક જયરાજ ફાર્મ નામના ફાર્મ હાઉસ પર દારુ પાર્ટી કરી રહ્યા હતા. દરમિયાનમાં પોલીસની રેડ પચડી અને 20 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી તમામ સામે કાર્યવાહી હાથ ધરી છે,

પોલીસે ઝડપેલા શખ્સો પૈકીનો એક વડોદરાના નામચીન રાજુ રાણા ઉર્ફે રાજુ બેટરીનો જન્મ દિવસ 28મી ઓગસ્ટે જ હતો. જેની પાર્ટી તેઓ આણંદના અડાસ સ્થિત જયરાજ ફાર્મ હાઉસ પર કરી રહ્યા હતા. આણંદ પોલીસને આ પાર્ટી અંગે જાણકારી મળી ગઈ હતી. જેને કારણે પોલીસ પ્લાનીંગ સાથે ત્યાં ત્રાટકતા તમામની આંખો ફાટી ગઈ હતી. આ તમામ આરોપીઓને પોલીસે ઝડપ્યા છે અને દારુ અને બીયર, ખાલી બોટલ સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂપિયા 20,05,050 રૂપિયાની મત્તા પકડી પાડી હતી.

- Advertisement -

પોલીસે કોને કોને ઝડપ્યા આવો જાણીએ
1- રાજુ ઉર્ફે બેટરી મહંમદ રાણા
2- ઇમરાખાન
3- સદ્દામ અશરફખાન રાઠોડ
4- સંદીપ નટવરસિંહ રાણા
5- નુરઅહેમદ અબ્દુલ મકવા (આણંદ)
6- ફૈજમહંમદખાનરીઝવાન સીકંદર રાણા (આણંદ)
7- સંજય રણજીત રાણા
8- શકીલ સીકંદર રાણા (આણંદ)
9- ઇમરાનખાન અનવર વાઘેલા (આણંદ)
10- કમરૂદ્દીન રમણ
11- રાઠોડજાવેદ ગુલામ દુધવાલા
12- અબ્દુલ ઇબ્રાહીમ વ્હોરા
13- હસન ઉર્ફે કાળુ દીલુભા રાણા (આણંદ)
14- રીયાઝ જશુભા રાણા (આણંદ)
15- સોએબ ઇસુબ દુધવાલા

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular