Friday, May 1, 2026
HomeNationalઝારખંડ: હોર્સ-ટ્રેડિંગના ભય વચ્ચે, મહાગઠબંધનના ધારાસભ્યો માટે મુખ્યમંત્રીના નિવાસસ્થાનથી બસ રવાના

ઝારખંડ: હોર્સ-ટ્રેડિંગના ભય વચ્ચે, મહાગઠબંધનના ધારાસભ્યો માટે મુખ્યમંત્રીના નિવાસસ્થાનથી બસ રવાના

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાંચી: રાજકીય સંકટને લઈને આજે મુખ્યમંત્રી હેમંત સોરેનના નિવાસસ્થાને મહાગઠબંધનના ધારાસભ્યોની બેઠક મળી હતી. તે જ સમયે, બેઠક પૂરી થયા પછી, શાસક ગઠબંધનના ધારાસભ્યોને લઈ જતી ત્રણ બસ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનથી અજાણ્યા ગંતવ્ય તરફ જતી જોવા મળી હતી. બસમાં ઝારખંડ મુક્તિ મોરચા (JMM), કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ધારાસભ્યો સાથે સુરક્ષાકર્મીઓ પણ હાજર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે હોર્સ-ટ્રેડિંગના ભય વચ્ચે ધારાસભ્યોને સલામત સ્થળે મોકલવામાં આવી રહ્યા છે. જો કે ધારાસભ્યોને ક્યાં મોકલવામાં આવી રહ્યા છે તેની માહિતી હજુ સામે આવી નથી.

સૂત્રોને દ્વારા એવું જાણવા મળ્યું છે કે જો જરૂર પડે તો સત્તાધારી ગઠબંધનના ધારાસભ્યોને પશ્ચિમ બંગાળ અથવા છત્તીસગઢ જેવા “મૈત્રીપૂર્ણ રાજ્યો”માં શિફ્ટ કરવાની તૈયારી કરવામાં આવી છે. ભાજપના ડરથી આવું કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના એક નેતાએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે “અમારા ગઠબંધન ધારાસભ્યોને છત્તીસગઢ અથવા પશ્ચિમ બંગાળ મોકલવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. બંને બિન-ભાજપ સરકારો દ્વારા ચલાવવામાં આવે છે. ત્રણ લક્ઝરી બસ ધારાસભ્યોને રોડ માર્ગે લઈ જશે. તેમની સાથે કેટલાક એસ્કોર્ટ વાહનો પણ હશે.”

- Advertisement -

શાસક ગઠબંધનના ધારાસભ્યોની બેઠકનો ત્રીજો રાઉન્ડ આજે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને વ્યૂહરચના ઘડવા માટે યોજાયો હતો. તમામ શાસક ધારાસભ્યો તેમના સામાન સાથે બેઠકમાં હાજર રહ્યા હતા. આ મામલે બીજેપી સાંસદ નિશિકાંત દુબેનું ટ્વીટ પણ આવ્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે, ‘ઝારખંડ મુક્તિ મોરચાના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક ધારાસભ્યો સવારે 2 વાગ્યે છત્તીસગઢ પહોંચ્યા હતા. મોટાભાગના ધારાસભ્યો છોડવામાં અચકાય છે અને JMMના વરિષ્ઠ નેતા બસંત સોરેનના આદેશની રાહ જોઈ રહ્યા છે. ધારાસભ્યો માટેની કેટલીક બસ રાંચીમાં પાર્ક કરવામાં આવી છે.’

હકીકતમાં, ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસ શનિવારે મુખ્ય પ્રધાન હેમંત સોરેનને અયોગ્ય ઠેરવતો આદેશ ચૂંટણી પંચ (ECI)ને મોકલી શકે છે. રાજભવનના સૂત્રોએ આ માહિતી આપી હતી. આ અહેવાલો વચ્ચે, શાસક ઝારખંડ મુક્તિ મોરચા (JMM)-કોંગ્રેસ-રાષ્ટ્રીય જનતા દળ (RJD) ગઠબંધન વધુ વ્યૂહરચના બનાવી રહ્યું છે.

બીજી તરફ, સોરેને શુક્રવારે ટ્વિટ કર્યું હતું કે, “અમારા વિરોધીઓ રાજકીય રીતે અમારી સાથે સ્પર્ધા કરવામાં અસમર્થ હોવાથી, તેઓ બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ કરી રહ્યા છે. પરંતુ અમને ચિંતા નથી. તેમણે જ અમને ખુરશી આપી છે. કરો તમે ગમે તે કરી શકો, મારા લોકો માટેનું મારું કામ ક્યારેય અટકશે નહીં.”

- Advertisement -

81 સભ્યોની વિધાનસભામાં શાસક ગઠબંધન પાસે 49 ધારાસભ્યો છે. એકમાત્ર સૌથી મોટી પાર્ટી JMM પાસે 30 ધારાસભ્યો, કોંગ્રેસના 18 ધારાસભ્યો અને તેજસ્વી યાદવના રાષ્ટ્રીય જનતા દળ (RJD) પાસે એક ધારાસભ્ય છે. મુખ્ય વિરોધ પક્ષ ભાજપ પાસે 26 ધારાસભ્યો છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular