Thursday, April 23, 2026
HomeGujaratડ્રગ્સકાંડઃ ડ્રગ્સ બનાવવા ભરૂચમાં અને તેને સુકવવા માટે વડોદરામાં ફેક્ટરી રાખી, બે...

ડ્રગ્સકાંડઃ ડ્રગ્સ બનાવવા ભરૂચમાં અને તેને સુકવવા માટે વડોદરામાં ફેક્ટરી રાખી, બે આરોપી હતા વર્ષોથી જેલમાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં હવે દારૂની સાથે ડ્રગ્સનો કારોબાર પણ મોટો થતો હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. અત્યાર સુઘીની ઘટનાઓમાં મોટા ભાગે દરિયાઈ માર્ગે અન્ય દેશમાંથી અથવા રાજ્યની સરહદો પરથી ડ્રગ્સની હેરાફેરીના કિસ્સાઓ સામે આવ્યા હતા. પરંતુ હવે તો ગુજરાતમાં જ ડ્રગ્સનું મેન્યુફેચરીંગ થયાની વિગત સામે આવતા સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા છે. ગઈકાલે ગુજરાત ATSએ વડોદરાના સાવલીમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ પકડી પાડ્યું હતું. જેની ગુજરાતમાં જ બનાયું હોવાના ઘટસ્ફોટ થયો છે.

ગુજરાત ATSના DIG દીપેન ભદ્રન અને અગાઉ ATSમાં ફરજ બજાવેલી ચુકેલા અને હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચના ACP તરીકે નિમણૂક થયેલા બી.પી.રોજીયાને માહિતી મળી હતી કે વડોદરાથી આણંદની વચ્ચે કોઈ ફેક્ટરીમાં મેફેડ્રોન ડ્રગ્સ બનાવીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. માહિતીના આધારે ગુજરાત ATSના નાયબ અધિક્ષક કે.કે.પટેલ, પોલીસ ઈન્સપેક્ટર જે.એમ.પટેલ, બી.એચ.કોરોટની ટીમે બનાવીને સુરતમાં રહેતા મહેશ ઉર્ફે મહેશ ધોરાજી વૈષ્ણવને ઝડપીને આકરી પુછપરછ કરવામાં આવી હતી. જેમાં ડ્રગ્સ ફેક્ટરીમાં તેનો એક ભાગીદાર પીયુષ પટેલ જે વડોદરામાં રહે છે તેનું નામ સામે આવ્યું હતું.

- Advertisement -

ગુજરાત ATSએ મહેશ અને પીયુષની અકાયત કરી સઘન પુછપરછ શરૂ કરતા આખરે બંને વટાણાં વેરી દીધા હતા અને કબુલ્યું હતું કે બંનેએ ભેગામળીને વડોદરાના સાવલીના મોક્ષી ગામ નજીક નેક્ટક કેમ નામની ફેકટરી શરૂ કરી છે. જેની અંદર તેઓ એમ.ડી ડ્રગ્સ બનાવતા હતા. ગુજરાત ATSની ટીમે જણાવેલા સરનામા પર દરોડા પાડવામાં આવ્યા હતા. ATSની ટીમે ફેક્ટરીમાં કલાકો તપાસ કરતા આખરે તેમને ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ATSની તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી પ્લાસ્ટીકના 12 મોટા કોથળામાંથી 225 કિલો ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. મળી આવેલો પદાર્થ એમ.ડી ડ્રગ્સ છે કે નહીં તે માટે ફોરેન્સીક તપાસ કરવામાં આવી હતી. ગુજરાત ATSએ વડોદરામાંથી ઝડપેલું એમ.ડી ડ્રગ્સની અંદાજીત બજાર કિંમત 1125 કરોડ માનવામાં આવી રહી છે.

વડોદરામાંથી ઝડપાયેલું ડ્રગ્સ રાકેશ નરસિંહભાઈ મકાની (વેન્ચર ફાર્માસ્યુટીકલ પ્રા.લી.ભરૂચ જીઆઈડીસી સાયખાના ભાગીદાર), વિજય ઓધવજી વસોયા (વેન્ચર ફાર્માસ્યુટીકલ પ્રા.લી. ભરૂચ જીઆઈડીસી સાયખાના ભાગીદાર), દિલીપ લાલજીભાઈ વધાસીયા (રહે.અંકલેશ્વર, ભરૂચ) મારફતે તૈયાર કરવામાં આવતો હતો. આરોપીઓ ભરૂચમાં ડ્રગ્સ બનાવવા માટે જાન્યુઆરી 2022માં એક ફેક્ટરી બનાવી હતી. જેમાં આ જથ્થો બનાવવામાં આવ્યો હતો.

આ ડ્રગ્સ તેને મોક્ષી ગામ ખાતેની ફેક્ટરીમાં લાવીને સુકવી પ્રોસેસ કરીને એમ.ડી ડ્રગ્સ તૈયાર કરતા હતા. દિનેશ આલાભાઈ ધ્રુવ રહે. જામનગર, ઈબ્રાહિમ હુસેન ઓડીયા રહે. મુંબઈ, તેમનો દિકરો બાબા ઈબ્રાહિમ ઓડીયા અને અન્ય એક રાજસ્થાનનો વ્યક્તિને વેચાણ માટે આપવામાં આવતો હતો. ડ્રગ્સ બનાવવા માટેનો સામાન આરોપી મહેશ લાવી આપતો હતો. ત્યારબાદ તેને રાકેશ અને વિજય દ્વારા પ્રોસેસિંગ કરીને લીકવીડ ફોર્મમાં કરી આપતો હતો.

- Advertisement -

આ લીકવીડને વડોદરા વાળી ફેક્ટરીમાં સુકવીને તૈયાર કરવામાં આવતું હતું. પોલીસ તપાસમાં અન્ય 4 લોકોના નામ સામે આવ્યા છે. જેમને પકડી પાડવા માટે જૂનાગઢ SOG, જામનગર SOG, સુરત SOG, વડોદરા SOG, વડોદરા ગ્રામ્ય પોલીસ, ગુજરાત ATSએ કાર્યવાહી શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા ડ્રગ્સ ફેક્ટરી કેસમાં પકડાયેલા આરોપીમાંથી દિનેશ વર્ષ 1994માં જેતપુર ડ્રગ્સ કેસમાં 12 વર્ષની સજા ભોગવી ચુક્યો છે. જ્યારે મહેશ 1998માં ભાવનગર કસ્ટમના ડ્રગ્સ કેસમાં 7 વર્ષ સુધી જેલમાં સજા ભોગવી ચુક્યો છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular