નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ જ્યારથી સોશિયલ મીડિયાનો ક્રેઝ વધ્યો છે. ત્યારથી યુવાન-યુવતીઓ ફેમસ થવા અને ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં કાયદા કાનુનની પરવા કર્યા વગર અવનવી તરકીબ અપનાવતા હોય છે. જેના અનેક કિસ્સાઓ અગાઉ પ્રકાશીતમાં આવ્યા છે. ફેમસ થવાના ચક્કરમાં જેલની હવા ખાવાના વારા આવતા હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતમાં દરૂબંધી છે પરંતું એક બુટલેગર સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે પોલીસને પડકાર ફેંકતા વીડિયો મૂકતો હતો. આ વીડિયો અલગ-અલગ સમાચારોમાં પ્રસિધ્ધ થતાં પોલીસ હરકમાં આવી હતી.
બોટાદના લઠ્ઠાકાંડના પડઘા હજી શાંત નથી થયા ત્યાં તો અમદાવાદમાં એક બુટલેગર દ્વારા સોશિયલ મીડિયામાં બેફામ વીડિયો મૂકીને પોલીસને પડકાર ફેંકતો હતો. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતો ઝેદ કુરેશી ઉર્ફે અત્તુએ દારૂ સાથેના કેટલાક વીડિયો બનાવીને પોસ્ટ કર્યો હતા. જોકે આ વીડિયો થોડા દિવસો પહેલા કેટલાક મીડિયામાં પ્રસિધ્ધ થતાં પોલીસ તંત્ર બુટલેગરને પકડવા માટે સક્રિય થયું હતું.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઈન્સપેકટર આઈ.એસ.રબારી અને તેમની ટીમના માણસોએ માહિતીના આધારે જમાલપુરના મચ્છીપીર દરગાહ પાસેથી વીડિયો બનાવારા બુટલેગરને ઝડપી પાડ્યો હતો. આરોપીએ બીયરની બોટલ્સને રિવરફ્રન્ટની દીવાલ પર રાખીને, બ્રિજની પાળી પર રાખીને વીડિયો બનાવ્યા હતા. ઉપરાંત કાર હાકતી સમયે પણ હાથમાં બોટલ રાખીને વીડિયો બનાવ્યો હતો. ઉપરાંત તેના વીડિયોમાં “રૂલ બનાના સરકાર કા કાસ તોડના હમારા” અને “મેને કામ ભી વહી કીયા હૈ જીસકી અનુમતિ સરકાર નહી દેતી” જેવા ડાયલોગ્સ રાખવામાં આવ્યા હતા.
બુટલેગર પર અગાઉ ઈસનપુર વિસ્તારમાં ગાડી સળગાવવાના કેસમાં, ખોખરામાં દેશીદારૂના કેસમાં, ત્રણ મહિના અગાઉ શાહલમમાં મિત્રને માર મારવાના કેસમાં દાખલ થતા તે ફારાર થઈ ગયો હતો અને ઈંગલીશ દારૂનો ધંધો શરૂ કર્યો હતો. સમાચારમાં તેના વાયરલ વીડિયો પ્રસિધ્ધ થતાં રાજસ્થાન જતો રહ્યો હતો અને ઉદેપુરમાં જુદી જુદી હોટલમાં અને સગા સબંધીને ત્યાં રોકાતો હતો. બુટલેગરે આ પ્રાકરના વીડિયો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે મુક્યા હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી.








